<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

​રાજકોટના અટિકા ફાટક પાસે રેલવે અકસ્માતમાં અજાણ્યા વૃદ્ધાનું મૃત્યુ

વાલીવારસ હોય તો માલવીયાનગર પોલીસનો સંપર્ક કરવો

​રાજકોટ: શહેરના અટિકા ફાટક પાસે એક ગમખ્વાર રેલવે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માતમાં અંદાજે ૮૦ વર્ષના એક અજાણ્યા વૃદ્ધાનું  કરુણ મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ માલવિયા નગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

​મૃતક વૃધ્ધાની ઓળખ મેળવવા અને તેના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવા માટે માલવિયા નગર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતા માટે અપીલ કરવામાં આવી છે. આ અજાણ્યા મૃતકના પરિવારજનો, સગાં-સંબંધીઓ કે ઓળખીતામાંથી કોઈને પણ આ અંગેની જાણકારી હોય તો તેમને માલવિયા નગર પોલીસ સ્ટેશન, રાજકોટનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ માહિતી આપવા કે સંપર્ક કરવા માટે પોલીસ વિભાગ દ્વારા મોબાઇલ નંબર 97379 28553, 98255 84703 અને 78020 60040 પર સંપર્ક કરવા જણાવાયુ છે. હેડકોન્સ. હસમુખભાઈ પીપળવા તપાસ કરે છે.

(7:04 PM IST)