તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
રાજકોટ ખોડીયારનગરમાં રિક્ષામાંથી અજાણ્યો ૩૦ વર્ષના યુવાન બેભાન મળ્યા બાદ મોત
મૃતકની ઓળખ મેળવવા માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટઃ ગોંડલ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ ખોડીયારનગર-૧૭માં બાપા સિતારામ ચોક પાસે એક રિક્ષામાં અજાણ્યો આશરે ૩૦ વર્ષનો શખ્સ બેભાન મળીઅ ાવતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના ડો. પુનમબેન પુરોહિતે તેને મૃત જાહેર કરતાં માલવીયાનગરના હેડકોન્સ. રવિભાઇ ટી. વાસદેવાણીએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો અને મોતનું કારણ જાણવા તજવીજ કરી હતી.
(11:37 AM IST)










