તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
‘તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટ હેઠળ ભક્તિનગર પોલીસે ૩.૭૮ લાખથી વધુના ૨૨ ગુમ થયેલા મોબાઈલ શોધ્યા
ડીસીપી હેતલ પટેલ, એસીપી બી.કઈ. જાધવની સૂચનાથી પીઆઇ જે.ડી. પરમાર, એએસઆઈ હર્ષભાઈ માવદીયા, કોન્સ. કુલદીપસિંહ ઝાલા, કોન્સ. દેવાણંદભાઈ રામ તથા કોન્સ. અંકિતભાઈ ઝેઝરીયા અને ટીમની કામગીરી

રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ (ઝોન-૧) તેમજ એસીપી બી.વી. જાધવ (પૂર્વ વિભાગ) ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે નાગરિકોના ગુમ થયેલા રૂ. ૩,૭૮,૪૧૭ની કિંમતના કુલ ૨૨ જેટલા એન્ડ્રોઈડ અને આઈફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ ભક્તિનગર ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારત સરકારના સીઇઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. હર્ષભાઈ કમલેશભાઈ માવદીયા અને પો.કોન્સ. કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસે પરત મેળવેલા ૨૨ મોબાઈલમાં રૂ. ૪૭,૦૦૦ ની કિંમતનો એપલ આઈફોન ૧૩, રીયલમી નેઓ ૫જી, વિવો, સેમસંગ ગેલેક્સી, રેડમી, ટેક્નો, ઓપ્પો, પોકો અને લાવા કંપનીના વિવિધ મોડેલના કિંમતી સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. પોતાના ખોવાયેલા ફોન અચાનક પરત મળતા અરજદારોના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો અને તેઓએ રાજકોટ પોલીસનો આભાર માન્યો હતો. આ કામગીરીમાં ભક્તિનગર પો.ઈન્સ. જે.ડી. પરમારની સાથે સાયબર ક્રાઈમ ભક્તિનગર ટીમના એ.એસ.આઈ. હર્ષભાઈ કમલેશભાઈ માવદીયા, પો.કોન્સ. કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. દેવાણંદભાઈ વેજાભાઈ રામ તથા પો.કોન્સ. અંકિતભાઈ મુકેશભાઈ ઝેઝરીયા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
(7:59 PM IST)










