તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
અકસ્માત કેસમાં ૭૯.૫૦ લાખનું વળતર ચુકવી ન શકતાં આધેડે ફિનાઇલ પીધું
સત્યમ્ પાર્કના રસિકભાઇ સોલંકી સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૩૦: એંસી ફુટ રોડ પર હુન્ડાઇના શો રૂમ સામે સત્યમ્ પાર્કમાં રહેતાં અને લક્ષ્મીનગરમાં આવેલી પીજીવીસીએલમાં પ્યુન તરીકે નોકરી કરતાં રસીકભાઇ દામજીભાઇ સોલંકી (ઉ.વ.૪૬) નામના આધેડે સવારે સોરઠીયા વાડી સર્કલ નજીક બગીચામાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
રસિકભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા છે. સંતાનમાં એક દિકરી છે. તેણે જણાવ્યું હતું કે તા. ૩૦/૧૦/૨૩ના રોજ પર્ણકુટીર રોડ પર એસ્ટ્રોન સોસાયટીમાંથી પોતે હોન્ડા લઇને પસાર થતાં હતાં ત્યારે એક્ટીવા સાથે અકસ્માત સર્જાતા એક્ટીવાચાલક મહિલાનું મૃત્યુ થયું હતું. આ મામલે ક્લેઇમ દાખલ કરાયો હોઇ ચુકાદો આવતાં પોતાને રૂા. ૭૯,૫૦,૪૫૧ ચુકવવાનો આદેશ થયો હતો. પોતાની પાસે આટલી રકમ હોઇ નહિ બીજી તરફ સામે વાળાએ મિલ્કત જપ્તીની કોટમાં અરજી કરતાં કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી
(3:27 PM IST)










