<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

સમગ્ર રાજ્‍યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ' અમલમાં મૂકવા લેવાયેલા નિર્ણયનેઆવકારતા ઉદય કાનગડ

જનતાનો સમય અને ખર્ચ બચાવતું સરકારનું વધુ એક લોકહિતલક્ષી પગલું : હવે એક રાજ્‍ય, એક એફિડેવિટ

રાજકોટ : રાજ્‍ય સરકાર દ્વારા સમગ્ર રાજ્‍યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ' અમલમાં મૂકવાનો લેવાયેલો નિર્ણય નાગરિક સુવિધા અને સુશાસનની દિશામાં એક મહત્‍વપૂર્ણ અને આવકારદાયક પગલું હોવાનું  રાજકોટના ધારાસભ્‍ય ઉદય  કાનગડે જણાવ્‍યું છે. અત્‍યાર સુધી વિવિધ સરકારી સેવાઓ માટે અલગ-અલગ પ્રકારના એફિડેવિટની જરૂરિયાતને કારણે સામાન્‍ય નાગરિકોને સમય ખર્ચ અને પ્રક્રિયાગત મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે કાયદા વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક જ સત્તાવાર ફોર્મેટના યુનિવર્સલ એફિડેવિટને સમગ્ર ગુજરાતની જિલ્લા, તાલુકા ગ્રામ્‍ય તથા શહેરી કક્ષાની તમામ સરકારી કચેરીઓ, જન સેવા કેન્‍દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાત સ્‍વીકારવામાં આવશે. જેનાથી નાગરિકોને મોટી રાહત મળશે.

કાનગડે રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા કાયદા વિભાગનો આ લોકહિતલક્ષી નિર્ણય બદલ આભાર વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, ભાજપ  સરકાર સતત નાગરિકોને કેન્‍દ્રમાં રાખીને વહીવટી સુધારાઓ કરી રહી છે જેના પરિણામે સામાન્‍ય જનતાને સીધો લાભ મળી રહ્યો છે. રાજ્‍ય સરકારનો આ નિર્ણય નાગરિકમૈત્રી વહીવટ, પારદર્શિતા અને ડિજિટલ ગવર્નન્‍સને નવી દિશા આપનાર સાબિત થશે.

(2:52 PM IST)