<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

રામનાથપરાના બે કિન્‍નર સમીરાદે, ખુશ્‍બુદેની રિક્ષાને સ્‍કોર્પિયોથી આંતરી હુમલો કરી ધમકી

પરાપીપળીયા રહેતાં મક્‍સુદ અને મીરાદેએ બે દિસમાં જોઇ લેશે, ઘરે આવીને મારશે તેવી ધમકી દેતાં એ-ડિવીઝન પોલીસમાં સમીરાદેની ફરિયાદ પરથી ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૨: શહેરના પેલેસ રોડ પર રિક્ષામાં જઇ રહેલા બે કિન્‍નરની રિક્ષા સ્‍કોર્પિયોમાં આવેલા એક શખ્‍સ અને અન્‍ય કિન્‍નરે અટકાવી ગાળો દઇ બે દિવસમાં તમને જોઇ લઇશ તેમ કહી મારામારી ઝપાઝપી કરી ધોલધપાટ કરી તેમજ ઘરે આવીને મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રામનાથપરા જુમ્‍મા મસ્‍જીદ ચોક પાસે બોઘાણી શેરીમાં રહેતાં કિન્‍નર સમીરાદે ગોપીદે (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી પરાપીપળીયામાં રહેતાં મક્‍સુદ શબ્‍બીરભાઇ શેખ અને કિન્‍નર મીરાદે વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

સમીરાદેએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે ગિુરૂ ગોપીદે ના મઢમાં રહે છે અને રાજકોટના અલગ-અલગ વિસ્‍તારોમાં ભિક્ષાવળત્તિ કરે છે. તા.૧/૭ના સાંજે સાડા ચારેક વાગ્‍યાની આસપાસ તે અને તેમની સાથે રહેતા ખુશ્‍બુ દે નામના કિન્નરે અમનભાઈ નામના રિક્ષાચાલકની રિક્ષા  રૂ. ૬૦૦ના અડધા દિવસના ભાડે બાંધી હતી. તેઓ જ્‍યુબિલી ચોકથી નીકળીને કોઠારીયા મેઈન રોડ અને હુડકો પોલીસ ચોકી થઈને આહીર ચોક તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજના આશરે પાંચેક વાગ્‍યાની આસપાસ તેમની રિક્ષા પેલેસ રોડ પર આવેલા રામ શ્‍યામ ગોલાવાળાની દુકાન નજીક પહોંચી ત્‍યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક કાળા કલરની સ્‍કોર્પિયો કારે તેમની રિક્ષાની આગળ પોતાની ગાડી આડી નાખીને રિક્ષાને પરાણે ઉભી રખાવી દીધી હતી.

 સ્‍કોર્પિયો કાર ઉભી રહેતા જ તેમાંથી મકસુદ નામનો શખ્‍સ નીચે ઉતર્યો હતો અને રિક્ષાચાલક અમન તથા સમીરાદેને બેફામ ગાળો ભાંડી ધમકાવવા લાગ્‍યો હતો. ત્‍યારબાદ કારમાંથી મીરાદે પણ નીચે ઉતરેલે અને ઉશ્‍કેરાઈને સમીરાદેને ધમકી આપતા કહ્યું હતું કે-હું તમને બંનેને બે દિવસમાં જોઈ લઈશ. આટલું કહી મીરાદેએ સમીરાદે સાથે ઉગ્ર ઝપાઝપી શરૂ કરી દીધી હતી અને જોરદાર ધક્કો મારતા સમીરાદે રિક્ષા સાથે ભટકાઈ ગયા હતા. ત્‍યારબાદ બંનેએ સમીરાદેને ઢોર માર મારી ધોલ-ધપાટ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પછી મીરાદેએ બૂમો પાડીને ધમકી આપી હતી કે, હું બે દિવસમાં તારા ઘરે આવીને તને જાનથી મારી નાખીશ. આ મારામારી અને હોબાળો જોઈને સમીરાદેની સાથે રિક્ષામાં બેઠેલા ખુશ્‍બુદે વચ્‍ચે પડ્‍યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીઓએ તેમને પણ બેફામ ગાળો આપી ધમકાવ્‍યા હતા.  લોકોના ટોળેટોળા એકઠા થઈ જતાં  બંને ભાગી ગયા હતાં. એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ ડી. વાય. મહંતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:56 PM IST)