<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

જૂનાગઢ પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે રાજકોટ-જૂનાગઢ વચ્‍ચે દોડશે બે જોડી મેળા સ્‍પેશિયલ ટ્રેનો

૧૮ થી ૨૬ નવેમ્‍બર સુધી નિર્ધારિત દિવસોમાં થશે સંચાલન; બંને જોડી મેળા સ્‍પેશિયલ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્‍ડ રહેશે

રાજકોટ, ૧૮:  પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં આયોજિત થનાર પ્રસિદ્ધ પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્‍યાનમાં રાખીને તેમની સુવિધા માટે રાજકોટ અને જૂનાગઢ વચ્‍ચે બે જોડી મેળા સ્‍પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્‍ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્‍યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

(૧) ટ્રેન સંખ્‍યા ૦૯૬૦૪/૦૯૬૦૩ રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્‍પેશિયલઃ ટ્રેન સંખ્‍યા ૦૯૬૦૪ રાજકોટ-જૂનાગઢ સ્‍પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે ૧૦:૨૫ વાગ્‍યે ઉપડીને બપોરે ૧૩:૦૦ વાગ્‍યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન સંખ્‍યા ૦૯૬૦૩ જૂનાગઢ-રાજકોટ સ્‍પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે ૧૩:૪૦ વાગ્‍યે ઉપડીને સાંજે ૧૭:૦૫ વાગ્‍યે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં ભક્‍તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્‍ટેશનો પર રોકાશે. આ ટ્રેન ૧૮ થી ૨૬ નવેમ્‍બર, ૨૦૨૬ સુધી (૨૦ અને ૨૪ નવેમ્‍બર સિવાય) દરરોજ દોડાવવામાં આવશે.

(૨) ટ્રેન સંખ્‍યા ૦૯૬૦૬/૦૯૬૦૫ રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્‍પેશિયલઃ ટ્રેન સંખ્‍યા ૦૯૬૦૬ રાજકોટ-જૂનાગઢ સ્‍પેશિયલ ટ્રેન રાજકોટથી રાત્રે ૨૩:૩૦ વાગ્‍યે ઉપડીને બીજા દિવસે મધ્‍યરાત્રિએ ૦૨:૪૫ વાગ્‍યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન સંખ્‍યા ૦૯૬૦૫ જૂનાગઢ-રાજકોટ સ્‍પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે ૦૪:૨૫ વાગ્‍યે ઉપડીને સવારે ૦૬:૫૫ વાગ્‍યે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન પણ બંને દિશામાં ભક્‍તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્‍ટેશનો પર રોકાશે. આ ટ્રેન ૧૮ થી ૨૬ નવેમ્‍બર, ૨૦૨૬ સુધી (૧૯ અને ૨૩ નવેમ્‍બર સિવાય) દરરોજ દોડાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મુસાફરોની સુવિધા માટે ઉપરોક્‍ત બંને જોડી મેળા સ્‍પેશિયલ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્‍ડ રહેશે. આ ટ્રેનોના સ્‍ટોપેજ, સમયપત્રક અને અન્‍ય વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES એપના માધ્‍યમથી માહિતી મેળવી શકે છે.

(12:05 PM IST)