<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

આટકોટ - જસદણના વિદેશી દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ રાજસ્‍થાન-હરીયાણાના ર સપ્‍લાયર પકડાયા

રાજકોટ રેન્‍જ તથા રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીઓને ઝડપી લીધા

રાજકોટ તા. ૩૧ :.. આટકોટ-જસદણ પંથકમાં વિદેશી દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ હરીયાણા અને રાજસ્‍થાનના ર સપ્‍લાયરોને પોલીસે ઝડપી લીધા હતાં.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્ત રાય રાજકોટ રેન્‍જ. તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ અધિક્ષર વિજય સિંહ ગુર્જરે ગુજરાત રાજયના સીમાવર્તી રાજયોમાંથી વિદેશી દારૂની સપ્‍લાય કરતી ગેંના પકડવા પર બાકી રહેલ આરોપીઓને તાત્‍કાલીક અસરથી પકડી પાડવા આપેલ સુચના અન્‍વયે રાજકોટ રેન્‍જના પો. ઇ. અપૂર્વ પટેલ, એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પો. ઇ. જે. પી. રાવની આગેવાનીમાં એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પો. સબ. ઇ. એચ. સી. ગોહીલ, પો. સ. ઇ. પી. એન. ભરવાડ, રાજકોટ રેન્‍જના રેન્‍જના પો. સ. ઇ. પી. એન. મોરી, પો. સ. ઇ. બી. સી. મીયાત્રા, પો. સ. ઇ. સી. એમ. કાંટેલીયા, પો. સ. ઇ. પી. સી. સરતેજાનાઓની અલગ અલગ ટીમોએ આટકોટ પોલીસ સ્‍ટેશનના ૧૧ર૧૩૦૯રરપ૦૦ર૪-ર૦રપ, ધી ગુજરાત પ્રોહીબીશન એકટ કલમ-૬ (એ), (ઇ), ૮૧, ૮૩, ગુન્‍હામાં ટેન્‍કર રજી. નંબર જીજે-૧૯-જીઇ ૪૮૭૯ માં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્‍ડની કુલ બોટલ નંગ ૯૩૮૪ કિ. રૂા. ૬૧,૪૯,૩૮૦ નો સપ્‍લાય કરવામાં આવેલ જે ગુનામાં વિદેશી દારૂના જથ્‍થાના સપ્‍લાયર તરીકે ઓમપ્રકાશ હુકમારામ ડારા (બીશ્નોઇ), રહે. જાંખરડા ગામ, તા. ધોરીમન્ના, જી. બાડમેર, રાજય, રાજસ્‍થાન વાળાને પકડવા પર બાકી હોય અને જસદણ માંથી તેનું બીએનએસએસ કલમ ૭ર મુજબનું વોરંટ જાહેર કરાયુ હોય તેને ઝડપી લેવાયો હતો.

તેમજ જસદણ પો. સ્‍ટે.ના પ્રોહી. કલમ ગુન્‍હાના કામે વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્‍ડની કુલ બોટલ નં. ૧૭૮૭ તથા દેશી દારૂી લી ૧પ, મળી કુલ કિ. રૂા. ૬,૧૦,૯પ૧ નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ  જે ગુનામાં વિદેશી દારૂના જથ્‍થાના સપ્‍લાયર તરીકે નામ ગોપીરામ ગંગારામ ઘાયેલ ધંધો ખેતી, રહે. કબુલી ગામ તા. ધોરીમના જી. બાડમેર (રાજસ્‍થાન) વાળાને પકડવા પર બાકી હોય અને નામદાર જસદણ કોર્ટ માંથી તેનું બીએનએસઓઇ કલમ-૭ર મુજબનું વોરંટ જાહેર કરાયું હોય તેને ઝડપી લેવાયો હતો.

તેમજ રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. ટીમ ઉપરોકત કામગીરીમાં રોકાયેલ હતી તે દરમ્‍યાન ટીમને હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ ઇન્‍ટેલીજન્‍સથી મળેલ માહિતી આધારે આટકોટ પો.સ્‍ટે.ના આટકોટ-સાણથલી રોડ, જુના પીપળીયા ગામ પાસે રોડ પરથી ત્રણ રાજસ્‍થાની ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૩ર૧ કિ. રૂ. ૪,૭૧,૮૮૦/- તથા ક્રેટા ફોરવ્‍હીલ કાર કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ. રૂ. ૧પ,૦૦૦/- મળી કુલ રૂ. ૧૪,૮૬,૮૮૦/-ના મુદામાલ સાથે પકડી પાડી આટકોટ પો. સ્‍ટે. પ્રોહીબીશન મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે આટકોટ પો. સ્‍ટે. ખાતે સોંપી આપેલ.

(2:58 PM IST)