<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

કાલાવડ રોડ પર બે સ્‍કૂલ બસ અથડાતાં એકના ચાલક અને આયા બહેનને ઇજા

મધુભાઇ મોભ અને આરતીબેન મારૂ સારવાર હેઠળ

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર સંધ્‍યાટાણુ રેસ્‍ટોરન્‍ટ નજીક સાંજે જીનીયસ સ્‍કૂલની બસ અને અન્‍ય એક સ્‍કૂલની બસ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા જીનીયસ સ્‍કૂલની બસના ડ્રાઇવર કણકોટ પાસે રહેતાં મધુભાઇ સેલારભાઇમોભ (ઉ.વ.૬૦) અને આ બસમાં આયા તરીકે કામ કરતાં આરતીબેન ગીરધરભાઇ મારૂ (ઉ.વ.૫૯)ને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મધુભાઇએ જણાવ્‍યું હતું કે શાળા છુટતાં છાત્રોને મેટોડા તરફ મુકીને પરત આવી રહ્યા હતાં. આ વખતે બસમાં પોતાની સાથે આયા બહેન અને અન્‍ય એક છાત્રા હતાં. પોતે રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્‍યારે અચાનક સાઇડના રોડમાંથી અન્‍ય સ્‍કૂલ બસ આવી ગઇ હતી અને અકસ્‍માત સર્જાયો હતો. જેમાં પોતાને અને આયા બહેન આરતીબેનને ઇજા થઇ હતી. તસ્‍વીરમાં અકસ્‍માત ગ્રસ્‍ત બંને સ્‍કૂલ બસ, બનાવ સ્‍થળે લોકોના ટોળા અને ઇજાગ્રસ્‍ત મધુભાઇ અને આરતીબેન નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:32 PM IST)