તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 18th May 2026
'હમ તો સિર્ફ નાની ઘર જાતે હૈ,આપ ટેન્શન મત લો, હમ આપકે સાથે હૈ.': પીએમ મોદીની અપીલ પર રાજકોટની હનવિકાનો ક્યૂટ વીડિયો વાયરલ
રાજકોટની એક નાનકડી બાળકી હનવિકા જોશીએ સોશિયલ મીડિયા પર કરોડો લોકોના દિલ જીતી લીધા :પિમ મોદીની અપીલ પર હનવિકાએ અત્યંત માસૂમિયતથી પ્રતિક્રિયા આપી

રાજકોટની એક નાનકડી બાળકી હનવિકા જોશીએ સોશિયલ મીડિયા પર કરોડો લોકોના દિલ જીતી લીધા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને આગામી 1 વર્ષ માટે બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવાની કરવામાં આવેલી અપીલ પર હનવિકાએ અત્યંત માસૂમિયતથી પ્રતિક્રિયા આપી છે, જેનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હનવિકા વડાપ્રધાન મોદીને સંબોધતા કહી રહી છે કે, 'મોદીજી આપ ટેન્શન મત લો, હમ આપકે સાથે હૈ, ઓર હમ કોઈ ફોરેન ટ્રિપ નહીં જાતે, હમ તો સિર્ફ નાની ઘર જાતે હૈ, હમારા નાની ઘર તો ફોરેન ટ્રિપ જૈસા હી હૈ, આપ ટેન્શન મત લો, હમ આપકે સાથે હૈ.'
અર્થાત, તે ખૂબ જ સ્વીટ અંદાજમાં પીએમ મોદીને ચિંતા ન કરવા અને દેશવાસીઓ તેમની સાથે હોવાની ખાતરી આપી રહી છે. સાથે જ તે કહે છે કે તે કોઈ વિદેશ પ્રવાસે નથી જતી, પરંતુ માત્ર પોતાના નાનીના ઘરે જાય છે, જે તેના માટે કોઈ ફોરેન ટ્રિપથી ઓછું નથી.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને એક વિશેષ અપીલ કરી હતી. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી આર્થિક કટોકટી અને વિવિધ પડકારો વચ્ચે દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને સુરક્ષિત રાખવા માટે તેમણે આ આહવાન કર્યું હતું.
પીએમ મોદીએ દેશવાસીઓને આગ્રહ કર્યો હતો કે તેઓ આગામી ઓછામાં ઓછા 1 વર્ષ માટે વેકેશન અને રજાઓ ગાળવા માટેના બિનજરૂરી વિદેશ પ્રવાસો તેમજ વિદેશમાં યોજાતા લગ્નપ્રસંગો (ડેસ્ટિનેશન વેડિંગ) ટાળે અથવા તેને મુલતવી રાખે. તેના બદલે તેમણે સ્થાનિક પ્રવાસન અને દેશના જ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ભારતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનું સૂચન કર્યું હતું.
(1:25 PM IST)










