<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

રવિવારે હેમુગઢવી હોલમાં બે એકાંકી નાટકો ‘ચિત્રકાર' અને ‘કોરા કાગળના કટકા'

રાજકોટ તા. ૧૭ : મંજાયેલા સ્‍થાનિક કલાકારો દ્વારા આગામી તા. ૨૧ ના રવિવારે રાત્રે હેમુ ગઢવી હોલ ખાતે બે એકાંકી નાટકોનું આયોજન કરાયુ છે. ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે તા.૨૧ના રાત્રે ૯.૪૫ વાગ્‍યે પ્રથમ નાટક ‘ચિત્રકાર' રજુ થશે. જે રાજકોટ થિએટર કલબ આયોજીત અને ફેક સ્‍માઇલ પ્રોડકશન નિર્મિત છે. નિરવ કુબાવત અને નીરજ કુબાવત લિખિત, અભિષેક પંડયા દિગ્‍દર્શિત આ એકાંકી નાટકમાં ચિત્રકાર કે કલાકાર માટે પ્રેમ શું છે તે વાત પ્રકાશ પાડવા પ્રયાસ થશે. ઘટના, પ્રશ્‍નો, સંવાદો કથા વાર્તાનો ઉઘાડ કરશે. અભિનય દર્પણ લાઠીગરા, શ્રી માંડવીયા, અદ્વેૈત અંતાણી, કુલદીપસિંહ રાજપૂત, મૌલી ભોજક આપશે. સહદિગ્‍દર્શક અને સંગીત સંકલન તેમજ સંચાલન મિતેષ જોશી, સેટીંગ્‍સ ચેતન ટાંક, નેપથ્‍ય હર્ષ પાટીલ, કથા અંતાણી અને દેવાંગ રાઠોડ સંભાળશે.જયારે આ પ્રથમ નાટક પૂર્ણ થયા બાદ અડધો કલાક વિરામ લઇ બીજુ નાટક  ‘કોરા કાગળના કટકા' રજુ થશે. રાજકોટ થિએટર કલબ અને શિવમ ફાઉન્‍ડેશન રાજકોટ નિર્મિત, અમૂલખ ભટ્ટ લિખિત, ગૌતમ દવે દિગ્‍દર્શિત આ નાટકમાં ફુટપાથ પર રહેતા નિરાધાર બાળકોની વાત マદયસ્‍પર્શી રીતે રજુ થશે. આ નાટકમાં અભિનય ચાર્મી રાજવીર, શમિક દવે, યતીન આશરા, અમરીશ મોદી, જયેશ પડીયા, પ્રેરક મેર, ગુલામ હુસેન અગવાન, ઝંખના ભટ્ટ, બાળ કલાકારો જીતાર્થ જોષી, ભવ્‍ય નાગ્રેચા, યુગ મહેતા, મેઘ ગુંદેચા, પરમ દેથરીયા, પ્રથમ દેથરીયા, પિહુ દેથરીયા, આરવી પરમાર, રૂદ્રા પોપટ, રાજવી વાગડીયા આપશે. સંગીત સંકલન અને સંચાલન આર્ષ વ્‍યાસ, નેપથ્‍ય રાધિકા વાગડીયા, સાગર મુળીયા સંભાળશે. પ્રકાશ રચના અને સંચાલન હાર્દીક મહેતા, રંગભૂષા મુસ્‍કાન ભટ્ટી અને કાર્યક્રમનું સંચાલન ચેતશ ઓઝા કરશે.

 આ બન્ને નાટકોને સફળ બનાવવા કો-પાવર્ડ સ્‍પોન્‍સર્સ, અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ, મેહુલ મહેન્‍દ્રભાઇ રવાણી, સ્‍પોર્ટેડ સ્‍પોન્‍સર્સ નાદગુગ સ્‍ટુડીયો, પરાગ ભટ્ટ, આઇઝોન ટુલ્‍સ, નિલેશભાઇ ડોશાણી, એકલવ્‍ય એકેડમી, ડો. નિતિન પ્રજાપતિ, રીફ્રેશમેન્‍ટ પાર્ટનર જયુસ ડી. રાઘવ બુચ સહયોગ આપી રહ્યા છે.નાટક પ્રેમી જનતા આ બન્ને નાટકો એક જ ટીકીટમાં માણી શકશે. આ માટે ટોકન ચાર્જ રૂ.૩૫૦, ૨૫૦, ૧૫૦ અને ૧૦૦ રાખેલ છે. ટીકીટ બુકીંગ માટે મો.૮૮૬૬૫ ૦૪૮૫૮ અથવા મો.૯૭૩૭૫ ૦૪૮૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગૌતમ દવે, અમરીશ મોદી, કુલદીપસિંહ રાજપૂત, આર્ષ વ્‍યાસ, મૌલી ભોજક, જીતાર્થ જોષી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:18 PM IST)