<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પ્રિવેન્‍સન ક્રાઇમબ્રાંચે ઝડપેલા ગેરકાયદે હથિયારોના કોૈભાંડમાં વધુ બે શખ્‍સો બે પિસ્‍તોલ- બે તમંચા સાથે ઝડપાયા

અમરેલીના કડીયાળી ગામના જીલુ બારેૈયા અને ચોટીલાના કોરડાના ઋતુરાજ ખાચર સકંજામાં

રાજકોટ તા.૧૭: છેલ્લા પાંચ-છ દિવસથી પ્રિવેન્‍સન ક્રાઇમબ્રાંચે ઝડપી લીધેલા ગેરકાયદે ફાયર આર્મ્‍સ લે-વેંચના કોૈભાંડમાં આજે વધુ બે શખ્‍સો પાસેથી બે પીસ્‍તોલ- બે તમંચા પકડી પાડવામાં આવ્‍યા હતા. આમ છેલ્લા દિવસોમાં કુલ-૨૮ હથિયારો અને ૩૨- કાર્ટીસ કબ્‍જે કરવામાં આવ્‍યા છે. મધ્‍યપ્રદેશના મુખ્‍ય સપ્‍લાયર અને ચોટીલાના મીડલમેનને ઝડપી લેવાયા બાદ એકપછી એક હથિયાર વેંચાણની વિગતો ખુલી રહી છે અને પોલીસ ગેરકાયદે હથિયારો ખરીદનારને ઝડપી રહી છે. પ્રથમ તબક્કે ઝડપી લેવાયેલા ગાવસ્‍કર ઉર્ફે દર્શન ચંદ્રમોૈલીક (અનીલ) રોજાસરાએ એમ.પી. ના શખ્‍સ પાસેથી ખરીદેલા હથિયારો પૈકી દેશી બનાવટના ત્રણ હથિયાર અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના કડીયાળી ગામના ખેડુત જીલુ ભુપતભાઇ બારૈયા (ઉ.વ.૪૩)ને વેંચ્‍યાનું કબલ્‍યુ હતું. આ ઉપરાંત દર્શન સાથે ઝડપાયેલા પ્રદીપ અનકભાઇ કરપડાએ સુરેન્‍દ્રનગરના ચોટીલા તાલુકાના કોરડા ગામના ઋતુરાજ કનકભાઇખાચર (ઉ.વ.૨૧)ને એક હથિયાર વેંચ્‍યાનું કબલ્‍યુ હતું. આ બન્ને પાસેથી અનુક્રમે ૩ અને ૧ મળી કુલ ૪ હથિયાર કબ્‍જે લેવામાં આવ્‍યા છે. જેમાં જુલી બારૈયા પાસેથી  પીસ્‍તોલ અને એક તમંચો જયારે ઋતુરાજ પાસેથી એક પીસ્‍તોલ કબ્‍જે કરવામાં આવી છે.

આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, ડ્રા.પો.હેડ.કોન્‍સ. જયેશભાઇ ગઢવીએ કરી હતી.

(2:58 PM IST)