તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
બે મહિનાના ધૈર્યનું નાકમાંથી લોહી નીકળ્યા બાદ મોત નિપજ્યું
આજીડેમ ચોકડી ગોકુલપરાના પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: આજીડેમ ચોકડી નજીક ગોકુલપરા-૧માં રેહતાં મુળ એમપીના શીવમ્ભાઇ પ્રજાપતિનો પુત્ર ધૈર્ય (ઉ. ૨ મહિના) સવારે સુતો હતો ત્યારે એકાએક નાકમાંથી લોહી નીકળવા માંડતા અને બેભાન જેવો થઇ જતાં તુરત જ સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડતાં બાળકોના વિભાગમાં દાખલ કરાયો હતો. પરંતુ અહિ સારવારમાં મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ધૈર્ય ત્રણ ભાઇમાં નાનો હતો. તેના પિતા શિવમ્ભાઇ પાણીપુરી વેંચી ગુજરાન ચલાવે છે. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(3:09 PM IST)










