<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

રાજકોટ, ભાવનગર, નવસારી, વાસદમાં ૧૦ ચોરી કરનાર ગારીયાધારનો વિક્કી અને બે સગીર ઝડપાયા

કાર લઇને નીકળતાં જ્‍યાં મોટી ઉમરના વેપારી દેખાય ત્‍યાં જઇ ચીજવસ્‍તુ ખરીદવાના બહાને વાતો કરી નજર ચુકવી રોકડ ચોરી નીકળી જતાં હુડકો ચોકી પાસે અને ગોંડલ રોડ પર થયેલી બે ચોરી ઉપરાંત બીજી ચોરીઓ કબુલીઃ ક્રાઇમ બ્રાંચે અઢી લાખની રોકડ અને કાર સહિત ૭.૮૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

રાજકોટ તા. ૭:  કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી નજીક ઇમિટેશન અને કોસ્‍મેટીકની દૂકાનમાંથી વેપારીની નજર ચકુવી બે તસ્‍કર રૂા. ૮૫ હજારની રોકડ ભરેલી થેલી ચોરી ગયા હતાં. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી ગારીયાધારના એક રીઢા ઉઠાવગીર અને બે સગીરને દબોચી લઇ અઢી લાખથી વધુની માલમત્તા કબ્‍જે કરી છે. આ ત્રિપુટીએ  સાત મહિનામાં રાજકોટમાં બે તેમજ ભાવનગરના સણોસરા, વાસદ, ચીખલી, ભાવનગરમાં દસ જેટલી ચોરીઓ આ રીતે કરી હોવાનું ખુલ્‍યું છે. દૂકાનમાં મોટી ઉમરના વેપારી હોઇ ત્‍યાં આ શખ્‍સો વસ્‍તુ ખરીદવાના બહાને જઇ વાતો કરી નજર ચુકવી રોકડ ઉઠાવી લેતાં હતાં.

વાણીયાવાડી વિસ્‍તારમાં રહેતા અને હુડકો શાક માર્કેટ પાસે જલારામ ઇમિટેશન તથા કોસ્‍મેટિક સ્‍ટોર ચલાવતા ૫૮ વર્ષીય વેપારી ભરતભાઇ હેમતભાઇ ગોટેચા તા. ૧/૫ના૨૦૨૬ના રોજ સવારે જ્‍યારે તેઓ પોતાની દુકાને હાજર હતા યારે અજાણ્‍યા શખ્‍સો તેમની નજર ચૂકવી ટેબલ પર રાખેલ રૂ. ૮૫,૦૦૦ની રોકડ ભરેલી પ્‍લાસ્‍ટિકની થેલી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ હતી. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલીગારીયાધારમાં પચ્‍છે ગામ રોડ ધોબી ધાર પર રહેતાં વિક્કી વેલશીભાઇ શેખલીયા (ઉ.વ.૨૯) અને બીજા બે સગીરને સકંજામાં લઇ ૨.૫૮ લાખ રોકડા, કાર મળી ૭.૮૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

વેપારી પાસે પહેલા એક ૨૫ થી ૩૦ વર્ષનો યુવક તેલની શીશી લેવા આવ્‍યો હતો અને રૂ. ૫૦૦ની નોટ આપી હતી. વેપારીએ છૂટા પૈસા આપવા માટે ટેબલમાંથી પૈસાનું જબલું બહાર કાઢયું હતું, તે દરમિયાન અન્‍ય એક શખ્‍સ દુકાનમાં પ્રવેશ્‍યો હતો. આ બીજા શખ્‍સે વેપારીને તેલ અને શેમ્‍પુ બતાવવાના બહાને વાતોમાં પરોવી દુકાનની અંદરની તરફ લઈ ગયો હતો.

ત્‍યારબાદ આ શખ્‍સે ખરીદીના પૈસા ચૂકવવા માટે ઓનલાઇન સ્‍કેનર માંગ્‍યું હતું, પરંતુ સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી ૅપછી રોકડા આપીને સામાન લઈ જઈશ. તેમ કહી બંને શખ્‍સો ત્‍યાંથી નીકળી ગયા હતા. થોડીવાર પછી ભરતભાઇએ તપાસ કરતા ટેબલ પર રાખેલું રોકડ રકમનું જબલું ગાયબ જણાયું હતું. આ ચોરીનો ભેદ તેમજ કોઠારીયા રોડ લિજ્જત પાપડ પાસે ગોકુલ ફરસાણ નામની એજન્‍સીમાં થયેલી ચોરીનો ભેદ પણ આ ત્રિપુટીએ કબુલ્‍યો છે.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, પ્રદિપસિંહ જાડેજા અને રાહુલભાઇ ગોહેલ તથા તુલસીભાઇ ચુડાસમાની બાતમી પરથી આ ગુના ઉકેલાયા હતાં. આ ત્રણેયએ મળી રાજકોટમાં બે તથા ભાવનગરના સણોસરામાં પાનના ગલ્લામાંથી ૧૩ હજારની, વાસદ ખાતે બીયારણની દૂકાનમાંથી ૧ લાખની, નવસારી ચીખલીમાં ચાની દુકાનમાંથી ૧૫ હજારની, ચીખલીમાં જ પ્‍લાસ્‍ટીકની દુકાનમાંથી ૫ હજારની, અન્‍ય બીયારણની દુકાનમાંથી ૧૦ હજારની, નવસારીમાં હાર્ડવેરની દુકાનમાંથી ૪૦ હજારની, સાતેક મહિના પહેલા ભાવનગરમાં કાજુ બદામની દુકાનમાંથી ૩૦ હજારની અને છ મહિના પહેલા ભાવનગરમાં હાર્ડવેરની દુકાનમાંથી રૂા. ૨૦ હજારની મળી કુલ ૧૦ ચોરીઓ કરી હોવાનું કબુલ્‍યું છે.

આ ત્રણેય કારમાં અલગ અલગ શહેરમાં જઇ દુકાનની રેકી કરતાં અને જ્‍યાં મોટી ઉમરના વેપારી હાજર હોઇ ત્‍યાં જીણી મોટી વસ્‍તુ ખરીદવાના બહાને જઇ તેમને વાતોમાં પરોવી ચોરી કરી લેવામાં પાવરધા છે. અગાઉ વિક્કી રાજકોટ, કચ્‍છ, ભાવનગર-ગારીયાધારમા ં પકડાઇ ચુક્‍યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને ટીમના પીએસઆઇ વી. વી. ડોડીયા, ડી. પી. ઝાલા, એન. એન. પરમાર, એસ. વી. ચુડાસમા, આર. કે. ગોહિલ, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, વિજયરાજસિંહ જાડેજા, સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, સંજયભાઇ, રાહુલભાઇ, સુભાષભાઇ, કારાભાઇ, જયદેવસિંહ, તુલસીભાઇ, અર્જુનભાઇ, કૃષ્‍ણદેવસિંહ, હરસુખભાઇ, મોહીલરાજસિંહ, કિશનભાઇ, જીલુભા,ઇ ધર્મરાજહિં, મયુરસિંહ, સંજયભાઇ, મહાવીરસિંહે આ કામગીરી કરી હતી.

(1:10 PM IST)