તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
વાળંદ સ્પોર્ટસ કલબ દ્વારા કાલથી બે દિવસીય ઓપન ગુજરાત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

રાજકોટઃ તા.૪, વાળંદ સ્પોર્ટસ કલબ દ્વારા કાલથી બે દિવસીય ઓપન ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. તા.પ ના શુક્રવારે અને તા. ૬ ના શનિવારઃ સાંજે પઃ૩૦ થી ૧રઃ૩૦ માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ અંદર, રાજકોટઃ ખાતે રમાનાર આ ટૂનામેન્ટમાં ૧ર જેટલી ટીમો ભાગ લઇ રહી છે.
આ ટુનામેન્ટમાં વાળંદ સમાજના યુવાનોને ટ્રોફી તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવમામાં આવશે. આ ટુનાર્મેન્ટમાં રાજકીય આગેવાનો, તમામ સંસ્થાઓના આગેવાનો તેમજ રમતપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
સમગ્ર આયોજન માટે વાળંદ સ્પોર્ટસ કલબના તરૂણ રાઠોડ, કેવલ ચૌહાણ, વિપુલ ભટ્ટી, હિમાંશુ બગથરીયા, રવિ બગથરીયા, સંજય વાઘેલા, હિતેશ ગોહેલ, સતીષ પોપટાણી, યોગેશ વાઘેલા, દિપક ગોહેલ, જય પાડલીયા, અમર ધામેલીયા, કમલેશ ગોહેલ, દવે રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાળંદ સ્પોર્ટસ કલબના આગેવાનો નજરે પડે છે.
(2:50 PM IST)










