<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

૧૩ વર્ષના સગીર ભાણેજ સાથે ૫૦ અને ૪૭ વર્ષના બે સગા માસીની અશ્‍લીલ હરકતો!

મહારાષ્‍ટ્રનો બાળક માતા સાથે રાજકોટ નાનાજીના ઘરે રોકાયો ત્‍યારે અહિ આવેલી બે માસીએ બિભત્‍સ ફોટા બતાવી અશ્‍લીલ હરકતો કર્યાનો આરોપઃ બાળકના પિતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૭: શહેરમાં એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે ચડી છે.  જેમાં મહારાષ્‍ટ્રથી રાજકોટ નાનીના ઘરે માતા સાથે રોકાવા માટે આવેલા ૧૩ વર્ષના તરૂણની તેના જ બે સગા માસીએ જાતીય પજવણી કરતાં ચકચાર જાગી છે. આ બાળકને અશ્‍લીલ ફોટા બતાવી પજવણી કરવામાં આવ્‍યાનો આરોપ મુકાતાં તાલુકા પોલીસે બાળકના પિતાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં બે માસી આરોપી છે તેમાં એકની ઉમર ૫૦ વર્ષની અને બીજીની ૪૭ વર્ષની છે.

આ બનાવમાં ભોગ બનનાર તરૂણનાં પિતાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે એક વર્ષ પહેલાં પત્‍નિ  સાથે ઝધડો થતાં તે ૧૩ વર્ષના પુત્રને લઇને પિયર રાજકોટ આવી ગઇ હતી. દરમિયાન ગત૨૫ માર્ચના રોજ તેના પુત્રએ તેને ફોન કરી રડતાં-રડતાં કહ્યું કે તેની હવે પરીક્ષા પુરી થઇ ગઇ છે, હવે તેને રાજકોટ રહેવું નથી, એટલે લેવા આવે. જેથી ચિંતા થતાં બીજા જ દિવસે રાજકોટ આવી પુત્રને લઇ જતાં રહ્યા હતા. મહારાષ્‍ટ્ર ઘરે પહોંચ્‍યા ત્‍યારે પુત્ર રડતો હોઇ અને ડરેલો પણ લાગતો હતો. આથી તેને ફોસલાવી સાંત્‍વના પાઠવી શું થયું તેની પૃછા કરતાં તેણે કહ્યું હતું કે જુન ૨૦૨૫માં તેના નાનાજીના અવસાન બાદ માસી નાનાનાં ઘરે રહેવા આવી હતી. એક દિવસ તેની માતા કામ બહાર ગઇ હતી ત્‍યારે તે બેડરૂમમાં અભ્‍યાસ કરતો હતો.

આ વખતે રૂમમાં આવીને તેના માસીએ આવી તેને મોબાઇલમાં અશ્‍લીલ ફોટાં બતાવ્‍યા હતા. તે સાથે જ તેને પુછયું કે તું આવું કરે છે કે નહીં? આ પછી તેને કિસ કરી શરીર સાથે અડપલાં કર્યા હતા. જેને કારણે ડરી જતાં માસીને ધક્કો મારી બહાર નીકળી ગયો હતો. તે વખતે માસીએ જો આ વાત કોઇને કહીંશ તો તને અને તારી મમ્‍મીને ઘરમાંથી કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી. તેમજ મારકુટ કરી હતી. ત્‍યાર પછી તેની માતા જ્‍યારે પણ બહાર જાય ત્‍યારે માસી અશ્‍લીલ ફોટાં બતાવી અડપલાં કરતી હતી. ૨૦૨૫ના ડિસેમ્‍બર મહિનામાં તેના જન્‍મદિવસના એકાદ અઠવાડિયા બાદ બીજી માસી પણ નાનાના ઘરે આવી હતી. તેણે પણ તેની માતાની ગેરહાજરીમાં તેને મોબાઇલમાં અશ્‍લીલ ફોટાં બતાવી, કિસ કરી, અડપલાં કર્યા હતા. તેવો આરોપ ફરિયાદમાં મુકાયો છે.

બાળકે માતાને આ વાત કરતાં તેણે કહ્યું કે તું નાનો છે એટલે માસીએ આવું કર્યું હશે, નાના બાળકો બધાને ગમે એટલે કિસ કરી હશે. આ રીતે માતાએ તેને સમજાવ્‍યો હતો. પરંતુ તેનું કોઇ સાંભળતાં ન હોવાથી બંને માસી તેનો ગેરફાયદો ઉઠાવતાં રહ્યા હતા. આ જ કારણે તેને ત્‍યાં રહેવાની ઇચ્‍છા રહી ન હતી. પરિણામે પિતાને લઇ જવાનું કહ્યું હતું. તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણી અને ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ આ બંને બહેનોને જીજાજી સાથે માથાકુટ પણ થઇ હતી. ત્‍યારે એકબીજા સાથે જીભાજોડી થઇ હતી. આ દરમિયાન હવે બંને માસી વિરૂધ્‍ધ ભાણેજની જાતીય સતામણીનો ગુનો દાખલ થતાં ચકચાર જાગી છે. 

(3:53 PM IST)