તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 23rd October 2026
અઢાર અને ચાર ગુનાઓમાં સામેલ બે બૂટલેગર પ્રકાશ તથા રવિ પાસા તળે અમદાવાદ જેલમાં
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરન્ટ ઇશ્યુ કરતાં પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમે બજવણી કરી

રાજકોટ તા. ૨૩: વધુ બે બૂટલેગરને પોલીસ કમિશનરે પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. આંબેડકરનગર અને મનહરપરાના આ શખ્સોને અમદાવાદ જેલહવાલે કરાયા છે. આ બંનેમાં એક શખ્સ ૧૮ ગુનાઓમાં અને બીજો ૪ ગુનાઓમાં સામેલ છે.
પ્રકાશ સુરેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૭-રહે. આંબેડકરનગર-૩ આસ્થા ચોક પાસે, ૧૫૦ રીંગ રોડ) અને રવિ રમેશભાઇ માંડલીયા (ઉ.વ.૨૭-રહે. મનહરપરા-૨, ભાવનગર રોડ)ને પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્ત પીસીબીની ટીમે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી બંનેને અમદાવાદ જેલહવાલે કરવા સુચના આપતાં વોરન્ટ બજવણી કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે પ્રકાશ વિરૂધ્ધ શહરેના ડીસીબી, તાલુકા, માલવીયાનગર, ગાંધીગ્રામ, આજીડેમ તેમજ જીલ્લાના લોધીકા પોલીસ સ્ટેશનમાં મળી દારૂના કુલ ૧૮ ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે રવિ વિરૂધ્ધ થોરાળા, ડીસીબી, આજીડેમમાં ચાર ગુના છે. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઈ સોનારા, હેડકોનસ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીયા, વાલજીભાઈ જડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે, હરપાલસિંહ જાડેજા તથા ડ્રા. હેડકોન્સ. જયેશભાઈ ગઢવીએ વોરન્ટ બજવણી કરી હતી.
(2:45 PM IST)










