News of Thursday, 4th June 2026
રાજકોટમાં કુખ્યાત 'શામજી મક્કા ગેંગ' વિરૂદ્ધ નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લેવાયા
બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની વિરૂદ્ધ અગાઉથી જ 9 ગંભીર ગુનાઓ સહિત કુલ 38 જેટલા ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં દાખલ થયેલા

રાજકોટમાં કુખ્યાત 'શામજી મક્કા ગેંગ' વિરૂદ્ધ નોંધાયેલા ગુજસીટોક (GUJCTOC)ના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત 21 એપ્રિલના રોજ આ ગેંગના કુલ ૧૨ સભ્યો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી અગાઉ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે 3 આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ફરાર આરોપીઓ પૈકીના હરેશ ખીમસુરીયા અને રોહિત રાઠોડને ઝડપી લીધા છે. પકડાયેલા આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની વિરૂદ્ધ અગાઉથી જ 9 ગંભીર ગુનાઓ સહિત કુલ 38 જેટલા ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં દાખલ થયેલા છે. હાલ પોલીસે બંનેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:18 PM IST)










