તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે તુષાર સુમેરાનું પાણી પ્રક્રિયાનું સ્થળ પર નિરીક્ષણ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત કાર્યરત ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મુલાકાત લઈને શહેરને વિતરણ કરવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા, શુદ્ધિકરણ પ્રક્રિયા તેમજ લેબોરેટરીમાં કરવામાં આવતી વિવિધ વૈજ્ઞાનિક ચકાસણીઓનું સ્થળ પર જઈ વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કમિશનર એ ફિલ્ટર પ્લાન્ટમાં કાચા પાણીથી લઈને શુદ્ધ પાણીના વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયાની વિસ્તળત સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ પાસેથી પાણી શુદ્ધિકરણની દરેક પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને ગુણવત્તાના ધોરણોનું કડક પાલન થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી
(3:26 PM IST)










