<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

ભારે વરસાદની આગાહી વચ્‍ચે તુષાર સુમેરા મેદાનમાં:

ભગવતીપરા ખાતે આજી નદી કાંઠાની સ્‍થિતિનું કર્યું નિરીક્ષણ

રાજકોટ તા.૧: શહેરમાં ભારે વરસાદની સ્‍થિતિ વચ્‍ચે રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે ભગવતીપરા વિસ્‍તારમાં આજી નદીના કાંઠાની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્‍થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન નદીના જળસ્‍તર, નીચાણવાળા વિસ્‍તારોની સ્‍થિતિ તેમજ પૂર જેવી સંભાવનાને ધ્‍યાનમાં રાખીને તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

 કમિશનરે અધિકારીઓને સતત મોનિટરિંગ રાખવા, નદીના કાંઠે વસતા લોકોને સમયસર ચેતવણી આપવા તેમજ જરૂર પડે તો તાત્‍કાલિક સલામત સ્‍થળે સ્‍થળાંતર કરાવવા સૂચના આપી હતી.

ભારે વરસાદની આગાહીને પગલે મનપા, ફાયરબ્રિગેડ અને પોલીસ સહિતની ટીમો એલર્ટ મોડ પર છે.

નીચાણવાળા વિસ્‍તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની ઇમરજન્‍સી સ્‍થિતિમાં તાત્‍કાલિક કાર્યવાહી માટે જરૂરી વ્‍યવસ્‍થા ગોઠવી દેવામાં આવી છે.

(4:00 PM IST)