<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

તરણેતરના મેળામાં તુરી બારોટ સમાજની રાવટીને ત્રીજુ સ્‍થાન

જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરેન્‍દ્રનગર દ્વારા ‘શ્રેષ્‍ઠ રાવટી' તરીકે પ્રમાણપત્ર અને શિલ્‍ડ એનાયત

રાજકોટઃ  શ્રી સમસ્‍ત તુરી બારોટ સમાજ સેવા મંડળ રાજકોટનો ૩૦ વર્ષમાં પ્રવેશ થયેલ છે. ગુજરાત સરકારશ્રી ના જિલ્લા યુવાન વિકાસ અધિકારીશ્રી સુરેન્‍દ્રનગર દ્વારા તરણેતરના મેળામાં ૩૬ રાવટીઓમાંથી શ્રેષ્‍ઠ રાવતી તરીકે આ સંસ્‍થાને ત્રીજા સથાન આપવામાં આવેલ છે. પ્રમાણપત્ર અને શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવેલ.

સંસ્‍થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તરણેતર અન્નક્ષેત્રના પ્રેરણાદાયી સ્‍વ. તેજાભાઇ રાજાભાઇ બારોટના આશીર્વાદથી તરણેતર ખાતે યોજાયેલ મેળામાં સંસ્‍થા સંચાલિત ‘તરણેતર અન્નક્ષેત્ર' માં ભોજન, ભજન, સંતવાણીનું ભવ્‍યાતીભવ્‍ય આયોજન કરવામાં આવેલ. જેમાં અઢારેય જ્ઞાતિના ધર્મપ્રેમી ભવીભકતોએ લાભ લીધેલ. આ આયોજનની સફળતાના ફળસ્‍વરૂપે તરણેતરના મેળામાં આવતી છત્રીસએય રાવટીઓમાં તુરી બારોટ સમાજની રાવટીને ગુજરાત સરકારશ્રીના જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સુરેન્‍દ્રનગર દ્વારા ‘શ્રેષ્‍ઠ રાવટી' તરીકે પ્રમાણપત્ર અને શિલ્‍ડ આપી પ્રમુખશ્રી જગદીશભાઇ બારોટનું સન્‍માન કરવામાં આવેલ.

તરણેતરના મેળામાં આવતી રાવટીઓમાં દેશી પરંપરા સંતવાણી, ભજન કિર્તનની ભુમિકા મહત્‍વની હોય છે. જે આપણી લોકસંસ્‍કૃતિને જીવંત રાખવા મુખ્‍ય ભૂમિકા આ રાવટીઓની છે. આ મેળામાં વિવિધ સ્‍પર્ધાઓ પણ યોજાય છે. ગ્રામીણ ઓલ્‍મપીક, પશુમેળો, ભોજન હરીફાઇ, વેશભુષા, લોકગરબા, લોકગીત, દુહા-છંદ રાવણહથ્‍થા તેમજ રાવટીઓનો સમાવેશ થાય છે. તરણેતર ખાતેના ભાતીગળ મેળામાં આયોજીત તૃતીય ગ્રામીણ પારંપરિક સાંસ્‍કૃતિ સ્‍પર્ધા તરણેતર -ર૦ર૬-ર૭ માં શ્રેષ્‍ઠ રાવટી તરીકે તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાાં આવેલ

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તુરી બારોટ સમાજના આગેવાનો  સર્વશ્રી જગદીશભાઇ બારોટ, પ્રભાતરાય બારોટ, માધાભાઇ બારોટ, રણધીરભાઇ બારોટ, દિલીપભાઇ બારોટ, જયેશભાઇ બારોટ, લાલાભાઇ બારોટ, ભવાનભાઇ બારોટ, હરીભાઇ બારોટ, પ્રભાતકુમાર નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:57 PM IST)