<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

કાલે દુર્ગાવાહિની દ્વારા ત્રિશૂલ દિક્ષા-શકિત સંચલન

શ્રીમતી પૂર્વીબેન શુકલા મુખ્‍ય વકતાઃ જાનકીમાંના આશીર્વાદઃ જાહેર નિમંત્રણ કાલે ૩:૩૦ વાગ્‍યે સરસ્‍વતી શીશૂમંદિરમાં આયોજનઃ નારી શકિત જાગરણ સાથે શૌર્ય અને સંસ્‍કારનું સંવર્ધમ

નારી શકિતઃ વિશ્વ હિન્‍દુ પરિષદની પાંખ દુગાવાહિનીના માતૃશકિત વિભાગના સંયોજીત ડો. મનીષાબેન પંડયા, સહસંયોજીકા સોનલબેન ચારણિયા, મધ્‍ય જિલ્લા સંયોજિકા જયોતિબેન વ્‍યાસ, દુગાવાહિનીના પヘમિ જિલ્લા સંયોજીકા ભૂમિકાબેન મહેતા વગેરેએ આવતીકાલના કાર્યક્રમ નિમિતે આજે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)(૬.૧૨)

રાજકોટ, તા. ર૪: વિશ્વ હિન્‍દુ પરિષદ - દુર્ગાવાહિની, રાજકોટ વિભાગ દ્વારા યુવતીઓ અને મહિલાઓમાં શૌર્ય, આત્‍મવિશ્વાસ, સ્‍વરક્ષણ તથા સંગઠનભાવનાનો વિકાસ થાય અને સમાજમાં નારીશક્‍તિ તથા જાગળતિનો સકારાત્‍મક સંદેશ પ્રસરિત થાય તેવા ઉમદા હેતુથી આવતી કાલે તા. ૨૫ રવિવારે ભવ્‍ય ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ અને શક્‍તિ સંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ બપોરે ૩:૩૦ વાગ્‍યે સરસ્‍વતી શિશુ મંદિર, એરપોર્ટ ફાટક પાસે, રાજકોટ ખાતે યોજાશે.

વિશ્વ હિન્‍દુ પરિષદના આગેવાનો વનરાજભાઇ ગરૈયા, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પરેશભાઇ રુપારેલીયા, ક્રુણાલભાઇ વ્‍યાસ, કૌશીકભાઇ સરધારા, મનોજભાઇ ડોડીયા, અશ્વીનભાઇ ગોસાઇ, દિપકભાઇ ગમઢા વગેરે માર્ગદર્શન આપે છે.

ત્રિશૂલ દીક્ષા

અકિલાની મુલાકાતે આવેલા દુર્ગાવાહિનીના અગ્રણીઓએ જણાવેલ કે ત્રિશૂલ ભારતીય ધાર્મિક અને સાંસ્‍કળતિક પરંપરામાં શક્‍તિ, સાહસ અને દૃઢ સંકલ્‍પનું પ્રતીક માનવામાં આવે છે. ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમનો મુખ્‍ય ભાવ યુવતીઓમાં આંતરિક શક્‍તિ, આત્‍મવિશ્વાસ, નિર્ભયતા અને સંસ્‍કારો પ્રત્‍યેની નિષ્ઠાને પ્રોત્‍સાહન આપવાનો છે. જીવનમાં આવતાં પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો, યોગ્‍ય નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી અને સમાજ પ્રત્‍યેની પોતાની જવાબદારીને સમજવી એ યુવાશક્‍તિના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.

દુર્ગાવાહિની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શક્‍તિની ઉપાસનાની સાથે નારીશક્‍તિના સંગઠન, આત્‍મબળ અને સામાજિક જાગળતિના વિચારને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્‍યું છે. યુવતીઓ પોતાના જીવનમાં શિસ્‍ત, સમર્પણ, આત્‍મવિશ્વાસ અને સકારાત્‍મક અભિગમને સ્‍થાન આપે તથા સમાજમાં જાગળતિ ફેલાવવામાં સહભાગી બને તેવો આ કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય છે.

શક્‍તિ સંચલન દ્વારા સંદેશ

શક્‍તિ સંચલન એ સંગઠન, શિસ્‍ત, એકતા અને સામૂહિક સંકલ્‍પની ભાવનાનું પ્રતીક છે. જ્‍યારે સમાજની બહેનો એક હેતુ સાથે સંગઠિત થાય છે, ત્‍યારે સામાજિક જાગળતિ અને સકારાત્‍મક પરિવર્તન માટેની તેમની ભૂમિકા વધુ મજબૂત બને છે. આ કાર્યક્રમ દ્વારા યુવતીઓમાં પરસ્‍પર સહયોગ, સામાજિક એકતા અને સંસ્‍કળતિ પ્રત્‍યેના ગૌરવની ભાવના જાગળત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ભારતીય સંસ્‍કળતિમાં માતળશક્‍તિનું સ્‍થાન વિશિષ્ટ રહ્યું છે. મા દુર્ગા, મા અંબા અને અન્‍ય શક્‍તિ સ્‍વરૂપોની ઉપાસના ભારતીય પરંપરામાં શક્‍તિ, રક્ષણ અને અધર્મ સામેના સંઘર્ષના સંદેશ સાથે જોડાયેલી છે. આ પરંપરા સમાજને સાહસ, કર્તવ્‍યનિષ્ઠા, ધૈર્ય અને સદાચાર જેવા મૂલ્‍યોનું સ્‍મરણ કરાવે છે.

નારીશક્‍તિ, શૌર્ય અને ધર્મનો સંદેશ

ભારતીય મહાકાવ્‍યો અને ધર્મગ્રંથોમાં નારીશક્‍તિ, સાહસ, કર્તવ્‍યનિષ્ઠા અને ધર્મના રક્ષણના અનેક પ્રેરણાદાયી પ્રસંગો જોવા મળે છે. આ પ્રસંગો આજની પેઢી માટે પણ માર્ગદર્શક છે અને યુવતીઓમાં આત્‍મવિશ્વાસ, સ્‍વાભિમાન તથા સંસ્‍કારોનું મહત્ત્વ સમજાવે છે. શક્‍તિ ઉપાસના અને મા દુર્ગાનું પ્રતીકાત્‍મક મહત્ત્વઃ ભારતીય ધાર્મિક પરંપરામાં મા દુર્ગા શક્‍તિ, સાહસ અને અધર્મ સામેના સંઘર્ષનું પ્રતીક છે. મહિષાસુર સામેના દેવીના વિજયનો પ્રસંગ દેવીમાહાત્‍મ્‍યમાં વર્ણવાયો છે. આ પ્રસંગનો મુખ્‍ય ભાવ એ છે કે દૃઢ સંકલ્‍પ, સામર્થ્‍ય અને ધર્મનિષ્ઠા દ્વારા પડકારોનો સામનો કરી શકાય છે.

મુખ્‍ય વક્‍તા તરીકે શ્રીમતી પૂર્વીબેન શુક્‍લાની ઉપસ્‍થિતિ

આ કાર્યક્રમમાં મુખ્‍ય વક્‍તા તરીકે શ્રીમતી પૂર્વીબેન શુક્‍લા, માતળશક્‍તિ પ્રાંત સહસંયોજિકા, ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે. તેમની ઉપસ્‍થિતિમાં માતળશક્‍તિની ભૂમિકા, યુવતીઓમાં આત્‍મવિશ્વાસ અને સંગઠનભાવના તથા સમાજમાં નારીશક્‍તિના યોગદાન જેવા વિષયો પર પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત વંદેવી શ્રી જાનકી માં સંન્‍યાસીના આશીર્વાદ પ્રાપ્ત થશે.

ભવ્‍ય ત્રિશૂલ દીક્ષા અને શક્‍તિ સંચલન - દુર્ગાવાહિની, રાજકોટ વિભાગ દ્વારા કાલે તા. ૨૫ રવિવારે સમય બપોરે ૩:૩૦ વાગ્‍યે, સ્‍થળઃ સરસ્‍વતી શિશુ મંદિર, એરપોર્ટ ફાટક પાસે, ગણવેશઃ સફેદ ડ્રેસ અને કેસરી દુપટ્ટો રહેશે.

બહેનો અને માતૃશક્‍તિને ભાવભર્યું આમંત્રણ

વિશ્વ હિન્‍દુ પરિષદ - દુર્ગાવાહિની, રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ શહેરની તમામ બહેનો, યુવતીઓ, માતળશક્‍તિ તથા ધર્મપ્રેમી નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. બહેનોની સહભાગિતા દ્વારા નારીશક્‍તિ, શૌર્ય, સંસ્‍કાર અને સંગઠનનો સંદેશ વધુ વ્‍યાપક બને તેવી અપીલ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે વૈશાલીબેન નિર્મળ ૯૦૯૯૨ ૭૮૬૦૭, સોનલબેન ચારણીયા ૯૬૩૮૧ ૧૬૬૩૩, અથવા હર્ષભાઈ મુંથરેજા ૯૫૩૭૩ ૭૫૮૨૧ નો સંપર્ક સાંધી શકાય છે.

(2:37 PM IST)