<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

છબીકલાના શ્રેષ્‍ઠ ફોગોગ્રાફર રઘુરાયની પ્રથમ વાર્ષિક પૂણ્‍યતિથીએ સ્‍મૃતિ વંદના

રાષ્‍ટ્રના પદ્મશ્રીના પુરસ્‍કારોથી જેમને નવાજવામાં આવ્‍યા, એવા શ્રેષ્‍ઠ છબીકલા - નિષ્‍ણાંત ફોટોગ્રાફર સ્‍વ. રઘુરાયની પ્રથમ વાર્ષિક પૂણ્‍યતિથિ નિમિતે તેમના દ્વારા અંકિત થયેલી ફોટોગ્રાફીની અનેક કૃતિઓ દર મહિને બૃહત મુંબઇથી પ્રસિધ્‍ધ થતાં સામયિક ‘બેટર ફોટોગ્રાફી'ના અંકોમાં વિશિષ્‍ટ મુલાકાત સાથે પ્રસિધ્‍ધ થઇ હતી. ત્રિપરિમાણ થ્રી ડાયમેન્‍શન દ્વારા કોઇ પણ તસ્‍વીરને જીવંત કરવી એ તેમની આગવી ખાસીયત રહી હતી. કયારેક તો શકય ન હો તો પણ ભારે ભીડ વચ્‍ચેથી કપરા સંજોગોમાં તેમણે ઉત્તમ પરીણામ પ્રાપ્‍ત કર્યા. આ સામયિકમાં તેમણે વર્ષ ૧૯૯૯ દરમિયાન સંસદ ભવન સામેથી જે તસ્‍વીર અંકિત કરી છે તે પ્રજાસતાક દિવસની પૂર્વ તૈયારી નિમિતે ત્રિપરિમાણના નિયમમાં અથાક પરિશ્રમ દ્વારા લેવામાં આવી હતી. પ્રથમ પરિમાણ ડાયમેન્‍શનમાં એર ચિરે ઉભા રહેલા દેખાય છે. દ્વીતીય પરિમાણમાં રોઇટર હવાઇ જહાજ અને તૃતીયમાં રાજસ્‍થાની ઉંટની વણજાર શોભાયાત્રાનાં ભાગરૂપે તૈયાર થઇ રહી હતી. આજની અનેક યુવા પ્રતિભાઓને કે જેઓને ફોટોગ્રાફીના વિષયમાં ખાસ રૂચિ છે તેઓએ આ બેટર ફોટોગ્રાફી સામયિકને જરૂર વસાવવું જોઇએ. તેમના માટે પ્રેરક બની રહેશે. સ્‍વ. રઘુરાયનો મુખ્‍ય વિષય સ્‍મારક (તાજ-મહેલો) હતો. જેની રપ હજારથી પણ વિશેષ તસ્‍વીરોનો દળદાર ગ્રંથ પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા હતો.જેની તત્‍કાલીન કિંમત આશરે રૂપિયા દશથી બાર હજાર સુધીની હતી. જેને નિહાળવા માટે એક મહિનો તો નિヘતિ માનવો પડતો. (૧૬.૧)

 - ભૂષણ કારેલીયા, રાજકોટ

 

(2:59 PM IST)