તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ધ્રોલ ખાતે ગુરૂવારે ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી ટ્રસ્ટ દ્વારા આયોજન : શહીદોને શ્રધ્ધાંજલી અપાશે, યુવા સંઘ સ્મૃતિ હોલનું ઉદ્ઘાટન, અશ્વ સ્પર્ધા, તલવારબાજી સ્પર્ધા, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

રાજકોટઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ ધ્રોલ દ્વારા આયોજીત ૩૫મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ આગામી તા. ૦૩ સપ્ટેમ્બરને ગુરૂવાર શીતળા સાતમ ના રોજ ધ્રોલ ભૂચરમોરી મેદાન ખાતે સવારના ૮થી બપોરના ૨ સુધી યોજવામાં આવનાર છે. સતત ૩૫ વર્ષથી આ કાર્યક્રમ યોજાય રહ્યાનું સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું.
ગુરૂવારે સર્વપ્રથમ અશ્વ સ્પર્ધા યોજવામાં આવશે તેની સાથે તલવારબાજી સ્પર્ધા પણ યોજવામાં આવશે. અશ્વ સ્પર્ધામાં ૪૦ જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહેલ છે. જેના કન્વીનર સહદેવસિંહ જાડેજા ૯૭૨૫૯ ૪૦૭૭૭ તથા અર્જુનસિંહ જાડેજા છે. તલવારબાજીમાં ૬૦ જેટલા દિકરીબાઓ તથા દિકરાઓ ભાગ લઈ રહેલ છે જેના કન્વીનર કિશોરસિંહ જેઠવા ૯૯૨૫૨ ૪૮૨૫૧ સંપર્ક કરવાનો રહેશે.
સવારે ૧૦કલાકે જુના સ્મારક અને નવા સ્મારક ખાતે મહેમાનો દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. ત્યારબાદ ૧૦-૧૫ કલાકે શ્રી યુવા સંઘ સ્મળતિ હોલનું ઉદઘાટન કરવામાં આવશે. ઈતિહાસ જ્ઞાન કસોટી -૩ ના ગુજરાતમાં પ્રથમ ૧ થી ૩ નંબરનો રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે. ધો. ૧૦ અને ૧૨ માં રાજપૂત સમાજમાં મેરીટમાં પ્રથમ નંબરે આવશે તેને પણ સન્માનીત કરાશે. ઘોડેસવારી અને તલવારબાજી સ્પર્ધામાં પ્રથમ ૧ થી ૩ નંબરે આવનારને રોકડ પુરસ્કાર ગીફટ તથા સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવશે.
નામદાર મહારાજા જામ સાહેબશ્રી સત્રુશૈલ્યસિંહજી જાડેજા દ્વારા ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ ૧૧ લાખ ૫૧ હજારનું માતબર અનુદાન આપેલ છે. જેમાં જામનગર દિલીપસિંહ જેઠવા તથા ટીમનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે. ભોજન સમારંભના દાતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) (પૂર્વ મંત્રી) દ્વારા અનુદાન આર્થલ છે. યુવા સંઘ સ્મળતિ હોલ માટે દેવેન્દ્રસિંહ ઝાલા (લાભુવા) યુપી તરફથી પ લાખ રૂપિયા તથા ૨ લાખ રૂપિયા, ડો. ધ્રુવકુમારસિંહ જે. જાડેજા જાબીડા તરફથી ૧લાખ તેમજ ઇતિહાસ જ્ઞાન કસોટી ઇનામો માટે અ.ગુ.રા.યુવા સંઘ અને યુવા પાંખના હોદેદારો તરફથી સવાલાખનું અનુદાન મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૩ / ૨૦૦૭ એમ બે વખત આવેલ હતા. આનંદીબેન પટેલના કાર્યકાળ દરમ્યાન સરકારે ૧૧ કરોડ રૂપિયા શહીદ વનનિર્માણ પેટે ફાળવેલ હતા. હાલ મુખ્યમંત્રી ભપેન્દભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજરી આપી ચુકયાનું જણાવાયું છે.
ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ અને ઈતિહાસના જાણકાર ડો. જયેન્દુસિંહ જાડેજાની રાહબારી નીચે પી.ટી. જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ કિશોરસિંહ જેઠવા જીલ્લા પ્રમુખ રાજકોટ, કિરીટસિંહ જાડેજા (મોટાભેલા) પથુભા જાડેજા (ખોખરી) કનકસિંહ ઝાલા (બલાળા) શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા, (જડે.કોઠારીયા) અક્ષિતસિંહ જાડેજા હડમતીયા જં., સહદેવસિંહ જાડેજા - સણોસરા, અર્જુનસિંહ જાડેજા જાબીડા, કિશોરસિંહ જાડેજા-મુળીલા, બળદેવસિંહ ગોહીલ-કુકડ, વી.પી. જાડેજા વિરપરડા, નિર્મલસિંહ ઝાલા નેકનામ, હિતેન્દ્રસિંહ ઝાલા ઈંગોરાળાએ જણાવેલ કે આયોજનમાં સમિતિના સદસ્યો, પ્રદેશ હોદેદાર અશ્વ સ્પર્ધા સમિતિ, તલવાર બાજી સ્પર્ધા સમિતિ, ઉતારા વિભાગ સમિતિ, ભોજન સમિતિ, ગ્રાઉન્ડ સમિતી, સ્ટેજ સંચાલન સમિતી, ધ્રોલ તાલુકાના અને શહેરના કાર્યક્રરો અને તેમની ટીમો જહેમત ઉઠાવી રહેલ છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં અધ્યક્ષસ્થાન રાજસાહેબ કેસરીદેવસિંહજી ઓફ વાંકાનેર સંસદ સદસ્ય, રીવાબા જાડેજા રાજય શિક્ષણ મંત્રીશ્રી, સંજયસિંહ મહીડા રાજય મહેસુલ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ધારાસભ્યશ્રી, પૂર્વ મંત્રીશ્રી રાજકુમારશ્રી દેવેન્દ્રસિંહ ઝાલા ઓફ લાભુવા (યુ.પી.) ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ મંત્રીશ્રી જામનગર પ્રધુમનસિંહ એમ. જાડેજા, ધારાસભ્યશ્રી અબડાસા, મેઘજીભાઈ ચાવડા ધારાસભ્ય ધ્રોલ-જોડીયા કાલાવડ, પરિમલભાઈ પંડયા (આઇએએસ) કલેકટરશ્રી જામનગર ઉપસ્થિત રહેવાના છે.
મહિપાલસિંહ ચુડાસમા આઇએએસ, એમ.ડી, પીજીવીસીએલ , મનોહરસિંહ જાડેજા આઇપીએસ એસપીઅરવલ્લી, રાજેન્દ્રસિંહ જાડેજા મારવાડી યુનિવર્સીટી, મનોહરસિંહ આસોદરીયા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા એમ.ડી., પી.ટી. જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, પી.એસ. જાડેજા, પ્રધુમનસિંહ જાડેજા-ધ્રોલ, પથુભા જાડેજા-ધ્રોલ, રાજભા જાડેજા-મોટા વાગુદડ, મયુરધ્વજસિંહ જાડેજા-જેએમજે પ્રોજેકશન, બિપેન્દ્રસિંહ જાડેજા-કોંગ્રેસ, વિજયસિંહ જેઠવા-શહેર પ્રમુખ ભાજપ, વિરેન્દ્રસિંહ જાડેજા-કોંગ્રેસ પ્રમુખ, ગોવુભા જાડેજા, માધવરાજસિંહ જાડેજા (ભુણાવા), મહિપતસિંહ ચુડાસમા, હોટલ જયસન તખતસિંહ જાડેજા-જીલરીયા, એકતાબા સોઢા-ભાજપ, સહદેવસિંહ ઝાલા અને કિરણસિંહ જાડેજા પર્વ મેટલ-મેટોડા, અને સહદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ રાણા જયોતિ સીએનસી-મેટોડા, દિલુભા જાડેજા-મોરબી, ધર્મેન્દ્રસિંહ જાડેજા-દેડકદડ, -વિણસિંહ વાઘેલા-ભાડેર, નરેન્દ્રસિંહ જાડેજા-રાજકોટ, સરદારસિંહ જાડેજા-ગીતા એન્જીનીયરીંગ, સી.આર.જાડેજા-વાડીનાર, સુરૂભા જાડેજા-ઝાખર, નરેન્દ્રસિંહ જાડેજા-ભણગોર, ભરતસિંહ જાડેજા-માજી સૈનિક મંડળ વિગેરે ઉપસ્થિત રહેનાર છે. જામ સાહેબ હેબ શત્રુશલ્યસિંહજી ને પણ આમંત્રણ પાઠવેલ હોવાનું જણાવાયું છે.
ભુચરમોરી સંપૂર્ણ ઈતિહાસ જોઈએ તો વિ.સં. ૧૬૪૮ માં સૌરાષ્ટ્રનું સૌથી મોટુ યુધ્ધ, સૌરાષ્ટ્રના ધર્મ, સંસ્કળતિ અને સ્વતંત્રતાની રક્ષા કાજે જામનગરના રાજવી જામ સતાજી અને અકબર બાદશાહ વચ્ચે ભૂચરમોરીના મેદાનમાં થયું હતું. એક શરણાર્થીની રક્ષા કાજે ધ્રોલ પાસે ભૂચરમોરીની જગ્યા પર ભીષણ યુધ્ધ થયેલું અને ક્ષત્રિયોની સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ શહીદ થયેલ હતા. જે યુધ્ધ, શરણે આવેલ શરણાગતની રક્ષા કરવા માટે સમગ્ર દેશમાં થયેલું સૌથી મોટુ યુધ્ધ હતું. જેમાં હજારો લડવૈયાઓ શહીદ થયા હતા. આ યુધ્ધ પહેલા વિ.સં. ૧૬૩૦માં જુનાગઢમાં અને વિ.સં. ૧૬૪૦ માં તમાચણમાં થયેલ યુધ્ધોમાં અકબરને જામ સતાજીએ ખૂબ સજજડ હાર આપી હતી. વિ.સં. ૧૬૩૦ માં અકબરની હાર, એ સમગ્ર દેશમાં અકબરને પહેલીવાર કોઈ રાજાએ હરાવ્યો હતો.
ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી. ટી. જાડેજા, હનુમંતસિંહ જાડેજા, દિપકસિંહ ઝાલા, દુદનસિંહ વાઘેલા, દશરથબા પરમાર, જયશ્રીબા જાડેજા તથા મુખ્ય આયોજક કમીટી નિરૂભા ઝાલા, પ્રદેશ અધ્યક્ષ અને કન્વીનર, ગુમાનસિંહ ઝાલા, મનોહરસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ વાઘેલા, ગીરીરાજસિંહ જાડેજાએ સર્વેને આ કાર્યક્રમ નિહાળવા આમંત્રણ પાઠવાયુ છે.
તસ્વીરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સર્વશ્રી પી.ટી.જાડેજા (હડમતિયા જંકસન), કિશોરસિંહ જેઠવા (પાંડાવદર), કિરીટસિંહ જાડેજા (મોટા ભેલા), પથુભા જાડેજા (ખોખારી), હિતુભા ઝાલા (જડેશ્વર કોઠારીયા), અક્ષિતસિંહ જાડેજા (હડમતીયા જંકસન), સહદેવસિંહ જાડેજા (સણોસરા તાડી), કિશોરસિંહ એન જાડેજા (મૂળીલા), બલદેવસિંહ ગોહિલ (કુકડ), નિર્મલસિંહ ઝાલા (નેકનામ), જયપાલસિંહ જાડેજા (કોટડા નાયાની), રવિરાજસિંહ જાડેજા (ખાખડાબેલા) અને યશપાલસિંહ જાડેજા (રાવકી) નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(10:35 AM IST)










