તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજકોટમાં ‘જનજાતીય ગોૈરવ દિવસ'ની ઉજવણી

રાજકોટઃ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજકોટમાં ‘જનજાતીય ગોૈરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જીલ્લાના ઇન્ચાર્જ તથા ઉપપ્રમુખ મનોજ રાઠોડ, જસદણ પ્રભારી તથા જીલ્લા સહ- ઇન્ચાર્જ જયેશભાઇ કાકડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઇ પીપળીયા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા, પૂર્વ જીલ્લા મહામંત્રી મનીષભાઇ ચાંગેલા, પ્રદેશ ભાજપ અગ્રણી દિનેશભાઇ અમૃતિયા, પૂર્વ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂભા નિર્મળ તથા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી આર.એન.કુચારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશભાઇ સોજીત્રા, પ્રાંત અધિકારી ભરતભાઇ ચાવડા, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર અંકુરભાઇ ઢોલ, મામલતદારો નિતેશભાઇ પંડયા અને કીર્તિભાઇ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં રૂ.૩૧ લાખથી વધુ રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ૧૭૦ થી વધુ આદિવાસી વિકાસ પ્રોજેકટ્સના ઉદ્ઘાટન અને ૭૦ થી વધુ પ્રોજેકટ્સના શિલાન્યાસનું લાઇવ પ્રસારણ પણ નિહાળ્યું હતું.
(2:40 PM IST)










