<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ત્રિકોણીય જંગઃ કોંગ્રેસના ૧૧ તથા આપના ૩ દિગ્‍ગજોની હાર

કોંગ્રેસના મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, અતુલભાઇ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, સંજય અજુડીયા, આભા દેસાઇ, ઉર્વશીબા જાડેજા, નયનાબા જાડેજા, રણજીત મુંધવા, કમલેશ કોઠીવાર, અનીષ જોષી તથા દેવુબેન જાદવ હાર્યાઃ આપના રાહુલ ભુવા, શીવલાલભાઇ બારસીયા તથા સંજય અજુડીયા પણ જીતનો સ્‍વાદ ન ચાખી શકયા

રાજકોટઃ તા.૨૮: ભારે ગરમી વચ્‍ચે મતદાન યોજાયું હતું. મતદારોના અકળ મોૈન સંદર્ભે રાજકીય પક્ષોમાં છેલ્લી ઘડીની દોડા-દોડી થઇ હતી.

મનપાના ત્રિપાંખીયા જંગમાં ભાજપ- કોંગ્રેસ- આપ દ્વારા અનેક દિગ્‍ગજોને મેદાનમાં ઉતારવામાં આવ્‍યા હતા.

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પૂર્વ મેયર પ્રદિપ ડવ, પૂર્વ ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા  (ટીકુભા), નેહલ શુકલ, ઘનશ્‍યામભાઇ હેરભા, કેતન પટેલ, પરેશ પીપળીયા, દિલીપ લુણાગરીયા, મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કિરણબેન માંકડીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, અંજનાબેન મોરઝરીયા તથા ભારતીબેન પરસાણા સહિતના મોટા માથાઓને મેદાનમાં ઉતાર્યા હતા જે તમામે જીત મેળવી છે.

જયારે વિપક્ષ કોંગ્રેસ દ્વારાપૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, અતુલભાઇ રાજાણી, પ્રદેશ કોંગ્રેસના મહિલા આગેવાન ગાયત્રીબા વાઘેલા તથા સંજય અજુડીયા સહિતના આગેવાનોને ટીકીટ આપવામાં આવી હતી. જેમાંથી મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાને વોર્ડ નં.૧૫માંથી, અતુલભાઇ તથા ગાયત્રીબાને વોર્ડ નં.૩માંથી જયારે સંજય અજુડીયાને વોર્ડ નં.૧૨માંથી  હારનો સામનો કરવો પડયો છે.આમ આદમી પાર્ટી દ્વારા શિવલાલભાઇ બારસીયા, રાહુલભાઇ ભુવા તથા દિનેશભાઇ જોશીને ઉમેદવાર બનાવી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા પણ તે તમામની હાર થઇછે.

(3:48 PM IST)