<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મનપાની લાયબ્રેરીઓમાં જ્ઞાનનો ખજાનો વધ્‍યોઃ ૧૫૦૦ નવા પુસ્‍તકો-બાળ-સાહિત્‍ય-રમકડા વસાવાયા

મહાનગરપાલિકાના માધ્‍યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન તથા વાઇસ ચેરમેને આપી માહિતી

રાજકોટ, તા.૪: મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ શહેરના નાગરિકોને અવિરત વિવિધ -કારની સેવાઓ આપી રહી છે. નાગરિકોમાં વાંચનની સંસ્‍કળતિ વિકસાવવી, જ્ઞાન પ્રત્‍યેની રુચિ વધારવી અને લાઈબ્રેરીના મહત્‍વને વધુ પ્રગટ કરવા નીત નવા આયામો હાથ ધરવામાં આવે છે.

 આગામી દિવાળી તહેવારો અને વેકેશન દરમ્‍યાન બાળકો, વિદ્યાર્થી, ભાઈઓ તથા બહેનો માટે જ્ઞાનરૂપી ખજાનો જેમાં નવા પુસ્‍તકોમાં ગુજરાતી સાહિત્‍ય, નવલકથા, નવલિકાઓ, બાળ સાહિત્‍ય, વિધાર્થીઓ માટે વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાલક્ષી સાહિત્‍ય, મેગેઝીનની સાથે સાથે બાળકો માટે ટોયઝ લાઈબ્રેરીઓમાં ગેમ્‍સ, પઝલ્‍સ વગેરે અંદાજીત ૧૫૦૦ જેવા વસાવવામાં આવ્‍યા છે અને ઇશ્‍યૂમાં મૂકવામાં આવ્‍યા છે. જેનો વેકેશન ગાળા દરમ્‍યાન  બાળકો અને નાગરીકોને ઉત્‍સાહ પૂર્વક ભરપૂર લાભ લેવા જણાવવામાં આવે છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વોર્ડ નંબર-૭ માં શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્‍તકાલય, વોર્ડ નંબર -૨ માં દતોપંત ઠેગડી પુસ્‍તકાલય, વોર્ડ નંબર - ૯ માં બાબુભાઇ વૈધ લાઈબ્રેરી, વોર્ડ નંબર -૧૪ માં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, વોર્ડ નંબર -૬ માં આવેલ ચાણકય પુસ્‍તકાલય, વોર્ડ નંબર -૩ માં મનહરપુર લાઈબ્રેરી, બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્‍તકાલય યુનિટ-૧ અને યુનિટ-૨ તથા વિધાર્થીઓ માટેના વાંચનાલયોમાં છેલ્લા એક માસ દરમ્‍યાન અંદાજીત ૪૯૪૩૪ નાગરીકોએ લાઈબ્રેરી સેવાઓનો લાભ લીધેલ હતો આ એક માસ દરમ્‍યાન ૨૨૪ નવા સભ્‍યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. 

રાજકોટ મહાનગરપાલિકાના માધ્‍યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, વાઇસ ચેરમેન દર્શનભાઈ પેગ્‍યાતર તથા સભ્‍યશ્રીઓ અરુણાબેન આડેસરા, હીનાબેન બેલાણી તથા કાળુભાઇ કુંગસિયા દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ દીપાવલીના પાવન પર્વ અને વેકેશનમાં લાઈબ્રેરી સાથે જોડાઈને જ્ઞાનનો દીપ પ્રગટાવે અને વાંચનની સંસ્‍કળતિને આગળ વધારે.

(3:20 PM IST)