<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

જિલ્લા પંચાયતના ૩૬ અને ૧૧ તાલુકા પંચાયતોના ૨૦૨ સભ્‍યો માટે તાલીમ વર્ગ

નવા ચૂંટાયેલા સભ્‍યોને પ્રજાલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન અપાશે

રાજકોટ, તા.૨૧: રાજય સરકારની યોજના મુજબ જિલ્લા પંચાયત દ્વારા તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્‍યો માટે એક દિવસીય તાલીક વર્ગ યોજાનાર છે. તાલીમ વર્ગ તા-૨૭મીએ સોમવારે એન્‍જીનિયરીંગ એશો.ના હોલમાં યોજવાનું પ્રાથમિક રીતે નક્કી થયુ છે. કાર્યક્રમ સતાવાર રીતે એક-બે દિવસમાં નક્કી થઇ જશે. જેમાં જિલ્લા પંચાયતના ૩૬ અને ૧૧ તાલુકા પંચાયતના ૨૦૨ મળી કુલ ૨૩૮ ચૂંટાયેલા સભ્‍યો અપેક્ષિત છે.

પંચાયત ક્ષેત્રના જાણકાર વકતાઓ માર્ગદર્શન આપશે. પ્રશ્નોતરી, પ્રવચન, પ્રેઝન્‍ટેશન વગેરે દ્વારા પંચાયતની કામગીરીથી વાકેફ કરવામાં આવશે.

તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયતી રાજ વ્‍યવસ્‍થા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સદસ્‍યશ્રીઓની ભૂમિકા, સત્તાઓ, ફરજો, વિવિધ સ્‍થાયી સમિતિઓની કામગીરી, વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ સુશાસન અંગે માહિતગાર કરવા અને તેમનું ક્ષમતા નિર્માણ થાય તે હેતુસર તા. ૩૧ સુધીમાં જિલ્લા કક્ષાએ એક દિવસીય તાલીમ/સેમિનારનું આયોજન કરવા સરકારની સૂચના છે.

સરકારની યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા લોકપ્રતિનિધિની ભૂમિકા, સુશાસનમાં જનભાગીદારી વગેરે મુદ્‌ાઓને આવરી લેવામાં આવશે.

મોટાભાગના સભ્‍યો પ્રથમ વખત ચૂંટાયેલા હોવાથી તાલીમ વર્ગ ખૂબ ઉપયોગી થશે તેવી જિલ્લા પંચાયતના શાસકોને આશા છે.

(3:36 PM IST)