<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

કેન્‍દ્ર સરકારના UPI પર MDR ચાર્જ લગાવવાના નિર્ણય સામે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વેપારીઓમાં રોષ

રાજકોટ, ઉપલેટા સહિત સૌરાષ્‍ટ્રભરના ચેમ્‍બર ઓફ કોમર્સ એકજૂથઃ ગાંધી જયંતીના દિવસે ડિજિટલ પેમેન્‍ટ ન સ્‍વીકાર્યુ : સરકાર નિર્ણય પાછો ખેંચે તેવી માંગ

 

રાજકોટ, તા. ૨: કેન્‍દ્ર સરકાર દ્વારા UPI પેમેન્‍ટ પર MDR (મર્ચન્‍ટ ડિસ્‍કાઉન્‍ટ રેટ) ચાર્જ લાગુ કરવાના નિર્ણય સામે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વેપારી જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં વેપારી મંડળો દ્વારા ૨ ઓક્‍ટોબરે UPI બહિષ્‍કારનું એલાન આપવામાં આવ્‍યું છે, ત્‍યારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વેપારીઓએ પણ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ, ઉપલેટા ચેમ્‍બર ઓફ કોમર્સ સહિત જામનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી, કચ્‍છ અને સૌરાષ્‍ટ્રના અનેક તાલુકા મથકોના વેપારી મંડળો એકજૂથ થયા છે. વેપારીઓનું કહેવું છે કે પહેલા સરકારે જ ‘‘ડિજિટલ ઈન્‍ડિયા''ના નામે UPIને પ્રોત્‍સાહન આપ્‍યું અને હવે તેના પર જ ચાર્જ લગાવીને નાના વેપારીઓ પર ભારણ વધારવામાં આવી રહ્યું છે, જે યોગ્‍ય નથી.ઉપલેટા ચેમ્‍બરના પ્રમુખ અલ્‍પેશભાઈ વોરાએ જણાવ્‍યું હતું કે ૨ ઓક્‍ટોબર, ગાંધી જયંતીના દિવસે ઉપલેટાના તમામ નાના-મોટા વેપારીઓ શ્‍ભ્‍ત્‍ અને ઓનલાઈન પેમેન્‍ટ સ્‍વીકારશે નહીં. આ જ રીતે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અન્‍ય શહેરોમાં પણ વેપારીઓએ તે દિવસે માત્ર રોકડ અથવા ડાયરેક્‍ટ બેંક ટ્રાન્‍સફરથી જ વેપાર કરવાનો નિર્ણય લીધો છે.વેપારી આગેવાનોના મતે, આ નિર્ણયથી રોજિંદા ગ્રાહકોને પણ મુશ્‍કેલી પડશે. હોટલ, પેટ્રોલ પંપ, મેડિકલ સ્‍ટોર અને કરિયાણાની દુકાનો પર મોટાભાગના લોકો શ્‍ભ્‍ત્‍થી જ પેમેન્‍ટ કરે છે. જો UPI બંધ રહેશે તો ખરીદીમાં અડચણ આવી શકે છે અને રોકડ વ્‍યવહારને લઈને ગ્રાહકો સાથે બોલાચાલીની શકયતા પણ રહેશે.

આથી વેપારીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે ૨ ઓક્‍ટોબરે ખરીદી કરવા નીકળતા પહેલા ATMમાંથી રોકડ રકમ સાથે રાખવી. કેન્‍દ્ર સરકાર આ MDR ચાર્જનો નિર્ણય તાત્‍કાલિક પાછો ખેંચે તેવી સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વેપારી મંડળોની એકસૂરે માંગ છે

(2:23 PM IST)