<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

કાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે

ભગવાનનો રથ ખેંચવા ભક્‍તો આતુરઃ રથયાત્રાના ૨૬ કિલોમીટર લાંબા સમગ્ર રુટ પર ઠેર-ઠેર કેસરિયા માહોલમાં ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત થશે : ત્રણેય રથ મનુષ્‍યજીવનમાં ભક્‍તિ, શક્‍તિ, ધર્મ, કરુણા અને વિનમ્રતાનો પવિત્ર સંદેશ વહાવશેઃ નાનામૌવા કૈલાસધામ આશ્રમથી સવારે ૮:૩૦ વાગ્‍યે મંગલ પ્રારંભ, વિવિધ રાજમાર્ગો ઉપર ફરી સાંજે ૭ વાગે નિજમંદિરે પરત ફરશેઃ બનારસની રાસમંડળી અને ઉજ્જૈનનું અઘોરી નૃત્‍ય ગ્રુપ આકર્ષણ જમાવશે

જય જગન્નાથઃ... રાજકોટઃ આવતીકાલે અષાઢીબીજના પવિત્ર દિને શહેરના માર્ગો ઉપર ૨૬ કિ.મી. લાંબી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. તસ્‍વીરમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને અકિલાની વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાને રથયાત્રાનું આમંત્રણ આપતા શ્રી જગન્નાથજી મંદિરના મહંત પૂ.ત્‍યાગી મનમોહનદાસજી, પૂ. રાઘવદાસજી મહારાજ (યુ.પી.)અને પૂ.રાઘવમહારાજ (બદ્રીનાથ) સાથે સેવકગણ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

 

રાજકોટ : શહેરમાં અષાઢી બીજના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્‍ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર છે. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા એ માત્ર કોઈ લોક ઉત્‍સવ નથી, પરંતુ તે ભક્‍તિ, સમાનતા અને પ્રભુના લોકકલ્‍યાણના દિવ્‍ય સંદેશનું જીવંત પ્રતીક છે. રાજકોટના નાનામૌવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતેથી પૂજ્‍ય ત્‍યાગી રામકિશોરદાસજી બાપુ અને મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ત્‍યાગી મનમોહનદાસજી ગુરુ રામકળષ્‍ણ દાસજીના સાનિધ્‍યમાં આ વર્ષે ૧૬મા વર્ષે અષાઢી બીજે નગરચર્યા ભવ્‍ય રીતે યોજાશે.

વર્ષમાં એકવાર ભગવાન સ્‍વયં પોતાના ભક્‍તોને દર્શન આપવા નગરના રાજમાર્ગો પર પધારે છે ત્‍યારે સમગ્ર રાજકોટ નગરી ભક્‍તિના રંગે રંગાઈ જશે. રથયાત્રાના -ારંભે સવારે ૮ વાગ્‍યે રાજવી ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાના હસ્‍તે રથની પરંપરાગત ‘પહિંદ વિધિ' સંપન્ન કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજીના દિવ્‍ય રથોનું રહસ્‍ય અને માહાત્‍મ્‍ય

ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ત્રણેય અલગ-અલગ રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપશે. આ ત્રણેય રથ માનવજીવનમાં આધ્‍યાત્‍મિક ઉન્નતિનો સંદેશ વહેતો કરે છે. ભાઈ બલભદ્રજીના રથને ‘તાલધ્‍વજ' કહેવામાં આવે છે, જે શક્‍તિ, ધર્મ અને રક્ષણનું પ્રતીક છે અને જીવનમાં સ્‍થિરતા તથા સદાચારની પ્રેરણા આપે છે. બહેન સુભદ્રાજીનો રથ ‘દર્પદલન' તરીકે ઓળખાય છે, જેનો અર્થ અહંકારનો નાશ થાય છે. આ રથ ભક્‍તોના મનમાં કરુણા અને માતળત્‍વનો સંદેશ આપે છે. રથયાત્રામાં નંદીઘોષ રથ પર બિરાજતા પ્રભુ જગન્નાથજી દર્શાવે છે કે ભગવાન પોતાના ભક્‍તોના વશમાં છે અને પ્રભુના દરબારમાં જાતિ, વર્ણ કે જ્ઞાતિના કોઈ ભેદભાવ હોતા નથી.

રથ ખેંચવાનું આધ્‍યાત્‍મિક મહત્‍વ

સ્‍કંધ પુરાણ અને ધાર્મિક ગ્રંથોમાં રથ ખેંચવાનું મોટું માહાત્‍મ્‍ય વર્ણવાયું છે. રથયાત્રામાં માત્ર ભાગ લેવાથી અને પ્રભુનો રથ ખેંચવાથી મનુષ્‍યના અનંત જન્‍મોના પાપોનો નાશ થાય છે અને મુક્‍તિનો માર્ગ સરળ બને છે. માનવ શરીરને રથ સાથે સરખાવીને ભક્‍તો આ યાત્રામાં જોડાઈને ભગવાનને પોતાના જીવનરથના સારથિ બનવા પ્રાર્થના કરે છે.

ઉજ્જૈનના અઘોરી નળત્‍ય અને ૨૬ કિમી લાંબો રૂટ

આ વર્ષે રથયાત્રાના માર્ગ પર બનારસની પ્રખ્‍યાત રાસમંડળી, ઉજ્જૈનનું સૌથી ઊંચું અઘોરી નળત્‍ય ગ્રુપ અને વિરાટ મહાકાલી માતાજીના સ્‍વરૂપો આકર્ષણનું કેન્‍દ્ર બનશે. આ રથયાત્રા સવારે ૮:૩૦ વાગ્‍યે નાનામૌવા મંદિરથી નીકળીને મોકાજી સર્કલ, કાલાવડ રોડ, કે.કે.વી. ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, પંચનાથ, સોરઠિયાવાડી થઈ સાંજે ૭:૦૦ વાગ્‍યે મંદિરે પરત ફરશે. રથયાત્રા દરમિયાન ઠેર-ઠેર સામાજિક સંગઠનો અને વેપારી મંડળો દ્વારા ઠંડા પાણી, શરબત અને પુષ્‍પવર્ષા દ્વારા ભવ્‍ય સ્‍વાગત થશે. બપોરે ૧:૦૦ વાગ્‍યે શ્રી માંધાતાસિંહજીના પેલેસ ખાતે ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

પવિત્ર મગના પ્રસાદનું માહાત્‍મ્‍ય

રથયાત્રા દરમિયાન ૨૫૦ કિલો ફણગાવેલા મગ અને ૧૫૦ કિલો ચણાના પ્રસાદનું અવિરત વિતરણ કરવામાં આવશે. શાષાોમાં મગના પ્રસાદનું અત્‍યંત ધાર્મિક અને આરોગ્‍યપ્રદ મહત્‍વ છે. મગને સાત્‍વિકતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. પ્રભુને ભોગ અર્પણ કર્યા બાદ તે પ્રસાદી બનતા જ મનમાં ભક્‍તિ અને શાંતિનો અનુભવ કરાવે છે. આ પ્રસાદ સૌ ભક્‍તોને સમાન રીતે વહેંચીને સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપવામાં આવે છે. તેમ મહંત ત્‍યાગી મનમોહનદાસજી (શ્રી જગન્નાથ મંદિર, કૈલાસધામ આશ્રમ, નાના મોૈવા)ની યાદીમાં જણાવાયું છે.

(2:48 PM IST)