તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
કાલે રામાનંદી સાધુ સમાજના ભવ્ય રાસોત્સવ
માટલા ઉપર માટલુ ફેમ એકટર દેવ પગલીની ઉપસ્થિતિ, નવુ ગીત લોન્ચ થશે : સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટનું આયોજન

રાજકોટ : શ્રી સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ - રાજકોટ પ્રેરિત સમસ્ત રામાનંદી યુવા મંડળ - રાજકોટ મુખ્ય સંસ્થા દ્વારા રામાનંદી સાધુ સમાજના ભાઇઓ બહેનો ‘‘રામાનંદી રાસોત્સવ''નું આવતી કાલે તા. ૦૩.૧૦ શનિવાર એક દિવસીય રાસોત્સવનું ભવ્ય આયોજન રાધે રાસોત્સવ ગ્રાઉન્ડ, મોવડી ગ્રીન પાર્ટી પ્લોટ, પોલીસ હેડ કવાટર્સ, મોવડી, સ્પીડવેલ ચોક, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ પ્રસંગે માટલા ઉપર માટલુ ફેમ દેવપગલી (એકટર) ઉપસ્થિત રહેશે. જેનું આગામી ફિલ્મ અંગ્રેજ જીવે છે. તેનું પ્રમોશન પણ કરવામાં આવી રહ્યાનું જણાવાયું છે. સાથે આ રામાનંદી રાસોત્સવમાં રામાનંદી સાધુ સમાજ માટે રામાનંદી ફેમસ રામાનંદી નવુ સોંગ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જે ભરત રામાનુજ (સીંગર) દ્વારા ગાવામાં આવેલ છે. અને અ ગીત આર.કે. રામાનુજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. પાસ ફી રૂા. ૧૦૦ રાખેલ છે. જે ‘‘રામાનંદ ભવન'', બાબરીયા કોલોની પાસે, બોલબાલા માર્ગ, રાજકોટ ખાતે મળી રહેશે. રામાનંદી ખેલૈયાઓને આ વખતે પ્રથમ નંબરના વિજેતાઓને સાઇકલ આપવામાં આવશે સાથે નાના મોટા ઘણા ઇનામો પણ આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.
શ્રી સમસ્ત રામાનંદી યુવા મંડળ રાજકોટના પ્રમુખ દિલીપભાઇ અગ્રાવત, અધ્યક્ષ નિખિલભાઇ, જીતુભાઇ અગ્રાવત, ધર્મેશભાઇ રામાવત, શીવલાલ અગ્રાવત, કપિલભાઇ અગ્રાવત, પિયુષભાઇ નિમાવત, કેતનભાઇ લશ્કરી, અમીતભાઇ દેવમુરારી, યોગેશભાઇ અગ્રાવત, રાહુલ રામાનુજ, હિરેન ટીલાવત, અશીષભાઇ પુર્ણવૈરાગી, રવિભાઇ નિમાવત, નૈતિક અગ્રાવત, અભિષેક અગ્રાવત, ધવલ પૂર્ણવૈરાગી, કલ્પેશભાઇ પૂર્ણવૈરાગી, હિતેષભાઇ નિમાવત, અંકિત કુબાવત, વિનય વિશ્નુસ્વામી, શુભમનૈનુજી, કિરીટભાઇ નિમાવત, જગદીશભાઇ અગ્રાવત, સુધીર નિમાવત, જયુ અગ્રાવત, મિલન કુબાવત, તુષાર અગ્રાવત વગેરે રામાનંદી રાસોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિતો માટે મો. ૯૮૯૮૬૧ર૬પપ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:10 PM IST)










