તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 18th April 2026
કાલે ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવઃ જીતુ મહેતાના ઘરે પરશુરામજી ના પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાશે

સૌરાષ્ટ્રભર માં ગામેગામ નગરેનગરે અને મહાનગરો માં પરશુરામ જયંતિની ધામ ધૂમથી ઉજવણી કરવા સૌરાષ્ટ્રભરના ભૂદેવોને અપીલ કરતા જીતુ મહેતા અને ભરત ઓઝા
રાજકોટઃ ભગવાન વિષ્ણુ ના છઠા અવતાર જગત ના આરાધ્યદેવ અને બ્રાહ્મણો ના ઇષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામજી નો આવતીકાલે જન્મોત્સવ છે ત્યારે સૌરાષ્ટ્રભર ના ભુદેવો માં આ જન્મોત્સવ ની ઉજવણી નો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રભર બ્રહ્મસમાજ ના માર્ગદર્શક અને ભાજપના પીઢ આગેવાન જીતુભાઈ મહેતા તેમજ બ્રહ્મ અગ્રણી ભરતભાઈ ઓઝા એ સૌરાષ્ટ્રભર ના ભૂદેવો ને અપીલ કરતા જણાવ્યું છે કે દેશ માં ધર્મ નું પુનઃસ્થાપન થાય અને અધર્મ નો નાશ થાય તેવી ભાવના સાથે ભગવાન શ્રી પરશુરામજી નો આવતીકાલે જન્મોત્સવ છે ત્યારે ગામે ગામ , નગરે નગરે અને મહાનગરો માં ભૂદેવો દ્વારા વહેલી સવાર થી જ ભૂદેવો દ્વારા સોડસોપચાર પૂજન અર્ચન , યજ્ઞ , દીપમાળા , બટુક ભોજન , પરશુરામ એવોર્ડ અને શોભાયાત્રા સહિત ના કાર્યક્રમો યોજાવનાર છે.
રાજકોટ શહેર માં પણ પરશુરામ જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવણી અને સાંજે શહેર ના રાજમાર્ગો ઉપર ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રા સાંજે ૫ કલાકે પંચનાથ મંદિર ખાતેથી નિકળશે અને સાંજે પરશુરામ ધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ ના કાર્યક્રમો યોજાશે ત્યારે આવતીકાલે પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટ શહેર ભાજપ ના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહી પરશુરામ જન્મોત્સવ ની સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ના ભૂદેવો ને શુભેચ્છા પાઠવશે.
આ અંતર્ગત વિશેષ માહિતી આપતા મીડિયા ઈનચાર્જ હરેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે છેલ્લા દ્યણા વર્ષોથી પરશુરામજી જન્મોત્સવ ના દિવસે રામનાથપરા સ્થિત ગાયત્રી મંદિર ખાતે સૌરાષ્ટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના માર્ગદર્શક અને ભાજપ ના પીઠ અગ્રણી જીતુભાઈ મહેતાના નિવાસસ્થાને પરશુરામજી નું પૂજન અર્ચન નો કાર્યક્રમ યોજવામાં આવે છે તે અંતર્ગત આવતીકાલે સવારે ૧૧ કલાકે તેમના નિવાસસ્થાને ભગવાન શ્રી પરશુરામજી નું સોડસોપ્ચાર થી મહાપૂજન નો કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ શહેરના બ્રહ્મસમાજ ના અગ્રણીઓ વિવિધ સમાજ ના આગેવાનો રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી એકમેક ને પરશુરામ જન્મોત્સવ ની શુભેચ્છ પાઠવશે

(2:55 PM IST)










