<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

કાલે અષાઢીબીજ : સમસ્‍ત કતપર તળપદા કોળી સમાજ દ્વારા શ્રી રામદેવપીરની શોભાયાત્રા

શ્રી રામદેવ પીરના મુખ્‍ય રથ સાથે ભક્‍તિગીતના સંગાથે ભાવિકો જોડાશે, રામદેવપીરની સ્‍થાપનાને ધજા ચડાવ્‍યા બાદ રથયાત્રા પરત ફરશે, મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટ : સમસ્‍ત કતપર તળપદા કોળી સમાજ-રાજકોટ દ્વારા છેલ્લા ૬૧ વર્ષથી અષાઢી બીજના પાવન અવસરે શ્રી રામદેવપીરની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ પણ તા. ૧૬ ગુરૂવારે સવારે ૮:૩૦ વાગ્‍યે રામનાથપરા ભવાની નગર સ્‍થિત રામદેવપીર મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્‍થાન થશે અને લાખાજીરાજ શેરી નં. ૧ર ખાતે આવેલ રામદેવપીરના સ્‍થાપને ધજા ચડાવી પુનઃ ભવાની નગર પરત ફરશે એન અંદાજિત બપોરે બે વાગ્‍યે સમાપન થશે. રથયાત્રામાં અંદાજે ૧૦ જેટલા વાહનો, ૧ર મંડળો તેમજ આશરે પાંચ હાજર જેટલા ધર્મપ્રેમી ભકતો શ્રી રામદેવપીરના મુખ્‍ય રથ સાથે ભકિતના સંગાથે જોડાશે. રથયાત્રા પૂર્ણ થાય બાદ સમાજના તમામ ભકતજનો માટે પ્રસાદીરૂપે સમૂહભોજનનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

આયોજનમાં સંસ્‍થાના કાનાભાઇ શિયાળ (મો. ૮૮૪૯૭૬ર૮રર), ધીરૂભાઇ શિયાળ, જીતેનભાઇ બાંભણીયા, મનસુખભાઇ બારૈયા, દિલીપભાઇ પરમાર, ભરતભાઇ બાંભણીયા, ગોવિંદભાઇ શિયાળ, રોહિતભાઇ ઢાપા, અશ્વિનભાઇ બાંભણીયા, સાગર શિયાળ, રવિભાઇ બારૈયા, વિજયભાઇ ઢાપા, મગનભાઇ બાંભણીયા, ભાવેશભાઇ કવાડ, મનાભાઇ શિયાળ, હકાભાઇ ઢાપા, અજય બારૈયા, વિનુભાઇ ઢાપા, જીજ્ઞેશભાઇ બારૈયા, વિનોદભાઇ શિયાળ, જેન્‍તીભાઇ શિયાળ, ભલાભાઇ બારૈયા, મનોજભાઇ ચૌહાણ, શાંતિભાઇ બાંભણીયા, રાજુભાઇ પરમાર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અશોક બગથરીયા) 

(3:10 PM IST)