તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
રાજકોટમાં ૨૦ થી ૨૭ સપ્ટેમ્બર ‘ગાંધી સપ્તાહ'ના ભવ્ય આયોજન માટે કાલે મહત્વની બેઠક
સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા ભારત સેવક સમાજ ખાતે અગ્રણીઓ એકઠા થશેઃ શહેરના ગાંધીપ્રેમીઓને જોડાવા આહવાન : Greed or NeedÑ Choice is Yours ના મુખ્ય વિચાર સાથે યોજાશે ૮ દિવસનો વૈચારિક મહોત્સવ

રાજકોટઃ મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શોને આજના આધુનિક યુગમાં પુનઃજીવિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના આંગણે આગામી ૨૦ થી ૨૭ સપ્ટેમ્બ દરમિયાન એક ભવ્ય અને પ્રેરણાદાયી ગાંધી સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય કેન્દ્રીય વિચાર Greed or Need : Choice is Yoursર્ૅં (લોભ કે જરૂરિયાતઃ પસંદગી તમારી છે) રાખવામાં આવ્યો છે, જે આજના આધુનિક ભૌતિકવાદી યુગમાં ખૂબ જ પ્રાસંગિક છે.
આ ૨૦ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભવ્ય ગાંધી સપ્તાહના સુચારુ અને મજબૂત આયોજન માટે અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમની વહીવટી અને સાંસ્કૃતિક રૂપરેખા તૈયાર કરવા માટે આગામી બુધવાર, તારીખ ૧૫ જુલાઈના રોજ એક મહત્વની આયોજન બેઠક બોલાવવામાં આવી છે.
શહેરના રેસકોર્સ રોડ પર આવેલા ભારત સેવક સમાજ ખાતે સાંજના ૬:૦૦ થી ૭:૩૦ વાગ્યા દરમિયાન આ બેઠક મળશે. જેમાં સપ્તાહ દરમિયાન કયા-કયા વિષયો પર વ્યાખ્યાન, પ્રદર્શન કે રચનાત્મક કાર્યો કરવા તેની ઝીણવટભરી ચર્ચા કરી અંતિમ મહોર મારવામાં આવશે.
આ ભગીરથ કાર્યમાં રાજકોટના ગાંધીવાદી વિચારો ધરાવતા નાગરિકો, બુદ્ધિજીવીઓ અને ઉત્સાહી સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે અનામિકભાઈ : ૯૮૨૫૨ ૧૫૬૫૬, તુલા - સંજયઃ ૯૪૨૬૩ ૮૮૨૩૪, કેતનઃ ૯૯૨૪૦ ૩૫૨૩૭નો સંપર્ક કરવા જણાવાયું છે.
(3:36 PM IST)










