News of Wednesday, 27th May 2026
કાલે આતુરતાનો અંતઃ રાજકોટના ૨૩માં મેયરનો તાજ કોના શીરે?
મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટિનાં ૧૨ સભ્યોની વરણી માટે ઇન્ચાર્જ મ્યુ. કમિશનર અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં કોર્પોરેશન કચેરીનાં બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં સવારે ૧૧ વાગ્યે ખાસ બોર્ડ મળશે

રાજકોટ તા. ૨૭ : શહેરના ૨૩માં મેયરની ચૂંટણી આવતીકાલે તા. ર૮ ને ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશનના રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાનાર છે.
આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં જ મ.ન.પા.ની ૨૦૨૬થી ૨૦૩૧ સુધીની પાંચ વર્ષની ટર્મ માટે કોર્પોરેટરોની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ ગઇ. જેમાં ભાજપે ૭૨માંથી ૬૫ બેઠકો મેળવી ભવ્યાતિભવ્ય વિજય મેળવી અને શાસન જાળવી રાખ્યું છે.
દરમિયાન મ.ન.પા.ના ઇન્ચાર્જ મ્યુ. કમિશનર અનંદુ સુરેશ ગોંવીદ દ્વારા આવતીકાલે તા. ર૮ ને ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ના રમેશભાઇ છાયા સભાગૃહમાં ખાસ બોર્ડનું આયોજન કર્યું છે.
આ ખાસ બોર્ડમાં ૨ાા વર્ષ માટે મેયર, ડે.મેયર તેમજ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સહિત સમિતિનાં ૧૨ સભ્યોની ચુંટણી યોજાશે.
આમ હવે કાલે ગુરૂવારે રાજકોટના ૨૩માં મેયર સત્તાનું સુકાન સંભાળી લેશે તે નિヘતિ થઇ ગયું છે ત્યારે મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનના દાવેદારોમાં નવો ઉત્સાહ જાગ્યો છે. આ સાથે જ શાસક નેતા અને દંડકની પણ નિમણૂંકો થઇ જશે.

ભાજપ કોર્પોરેશનની નવી ટીમમાં કરશે નવા-જૂના ચહેરાનો સમન્વયઃ પદાધિકારીઓની પસંદગીમાં યુવાન પ્રાથમિકતાની સંભાવના
રાજકોટઃઆવતીકાલ મનપાના નવા પદાધિકારીઓની નિમણૂંકને લઈને ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની જેમ રાજકોટમાં પણ ભાજપ નવી ટીમમાં નવા અને જૂના ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે તેવા સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને આરએસએસ સાથે જોડાયેલા, યુવા કોર્પોરેટરો તેમજ પૂર્વ વિદ્યાર્થી નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા પાંચ મુખ્ય પદો માટે હાલ ડઝન જેટલા નામો ચર્ચામાં છે. જોકે બદલાતા રાજકીય સંજોગોમાં કેટલાક દાવેદારોના નામ કાપાઈ શકે છે અને અંતિમ પેનલમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
ભાજપે કોર્પોરેશન ચૂંટણી દરમિયાન ઘણા દાવેદારોને ટિકિટ ન આપતા જે રીતે અંતિમ ક્ષણે ફેરફાર કર્યા હતા, તેવી જ રીતે હવે પદાધિકારીઓની પસંદગીમાં પણ અંતિમ ક્ષણ સુધી રાજકીય ગણિત બદલાઈ શકે છે. પક્ષ સંગઠન, સંઘ સાથેના સંબંધો, યુવા નેતળત્વ, વ્યક્તિગત છબી અને આગામી રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે.
રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કેટલાક નામો જુદા જુદા પદો માટે ચર્ચામાં છે. સામાકાંઠા વિસ્તારમાંથી વોર્ડ નં.૪ના કોર્પોરેટર અને કુગશીયા પરિવારના કાળુભાઈ કુગશીયાનું નામ મુખ્ય દાવેદારોમાં ગણાઈ રહ્યું છે. તેની સાથે પરેશ પીપળીયા, વોર્ડ નં.૪ના ભરત લીંબાસીયા, વોર્ડ નં.૧૦ના ઘનશ્યામ હેરભા, વોર્ડ નં.૧૧ના પ્રદીપ ડવ અને વોર્ડ નં.૧૭ના કૌશિકભાઈ ટાંક જેવા નામો પણ વિવિધ પદો માટે ચર્ચામાં છે.
પદાધિકારીઓની પસંદગીમાં જ્ઞાતિ સમીકરણો પણ મહત્વની ભૂમિકા ભજવે તેવી શકયતા છે. મેયરથી લઈને દંડક સુધીના પદોમાં વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવાના પ્રયાસ વચ્ચે અંતિમ યાદીમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને યુવા ચહેરા, સંઘ પળષ્ઠભૂમિ ધરાવતા નેતાઓ અને સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને ભાજપ તક આપે તો નવાઈ નહીં.
હવે ભાજપના અંતિમ નિર્ણય અને સંગઠનના સંકલન બેઠક પર સૌની નજર છે. આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાની નવી ટીમમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળે છે અને કયા જૂના નામો ફરી સત્તાના કેન્દ્રમાં આવે છે તે રાજકીય રીતે મહત્વનું બનશે. (૯.ર૪)
રાજકોટ મહાનગરપાલિકા
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનની યાદી
ક્રમ નામ તારીખ
૧ અશ્વિનભાઈ નરભેશંકર મહેતા તા.૧૯/૧૧/૧૯૭૩ થી ૧૬/૦૨/૧૯૭૪ સુધી
૨ કાંતિભાઈ દયારામ જાની તા.૧૪/૧૧/૧૯૭૫ થી ૧૧/૦૯/૧૯૭૬ સુધી
૩ વિનોદભાઈ નાનાલાલ શેઠ તા.૦૬/૧૦/૧૯૭૬ થી ૦૯/૧૧/૧૯૭૬ સુધી
૪ રમણીકભાઈ મગનલાલ પંડ્યા તા.૧૦/૧૧/૧૯૭૬ થી ૩૦/૦૬/૧૯૮૦ સુધી
૫ વિનોદભાઈ નાનાલાલ શેઠ તા.૦૯/૦૨/૧૯૮૧ થી ૦૭/૦૨/૧૯૮૮ સુધી
૬ વિજયભાઈ રમણીકલાલ રૂપાણી તા.૦૯/૦૨/૧૯૮૮ થી ૩૧/૧૦/૧૯૯૩ સુધી
૭ વિજયભાઈ રમણીકલાલ રૂપાણી તા.૦૩/૦૭/૧૯૯૫ થી ૧૧/૦૭/૧૯૯૬ સુધી
૮ જનકભાઈ મોરારજીભાઈ કોટક તા.૧૧/૦૭/૧૯૯૬ થી ૧૯/૦૭/૧૯૯૭ સુધી
૯ મનસુખલાલ કરસનભાઈ તા.૧૯/૦૭/૧૯૯૭ થી ૨૭/૦૭/૧૯૯૮ સુધી
પટેલ (સ્વ.)
૧૦ ધનસુખભાઈ ચુનીભાઈ ભંડેરી તા.૨૭/૦૭/૧૯૯૮ થી ૦૧/૦૭/૧૯૯૯ સુધી
૧૧ બીપીનભાઈ કાંતીલાલ અઢીયા તા.૧૨/૦૭/૧૯૯૯ થી ૩૦/૦૬/૨૦૦૦ સુધી
૧૨ લાધાભાઈ જાદવભાઈ તા. ૧૯/૦૨/૨૦૦૧ થી ૨૫/૧૦/૨૦૦૧
બોરસદીયા પટેલ સુધી
૧૩ મેઘજીભાઈ રણમલભાઈ રાઠોડ તા.ર૯/૧૦/૨૦૦૧ થી ૨૬/૦૩/૨૦૦૩ સુધી
૧૪ મેઘજીભાઈ રણમલભાઈ રાઠોડ તા.ર૧/૦૪/૨૦૦૩ થી ૦૧/૧૦/૨૦૦૩ સુધી
૧૫ ઈન્દ્રનીલ સંજયભાઈ રાજયગુરૂ તા.ર૮/૧૦/૨૦૦૩ થી ૧૭/૦૨/૨૦૦૪ સુધી
૧૬ યુવરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયા તા.૧૮/૦૨/૨૦૦૪ થી ૦૩/૧૧/૨૦૦૪ સુધી
૧૭ દાનાભાઈ નારણભાઈ કુંગશીયા તા.૦૩/૧૧/૨૦૦૪ થી ૧૪/૧૦/૨૦૦૫ સુધી
૧૮ નીતિનભાઈ ગણપતભાઈ તા.૦૨/૦૧/૨૦૦૬ થી ૨૧/૧૨/૨૦૦૬ સુધી
ભારદ્વાજ
૧૯ ઉદયભાઈ પ્રભાતભાઈ કાનગડ તા.૨૧/૧૨/૨૦૦૬ થી રર/૧૨/ ૨૦૦૭ સુધી
૨૦ ડો.જૈમન ઉમીયાશંકર ઉપાધ્યાય તા.રર/૧૨/૨૦૦૭ થી ૨૦/૧૨/૨૦૦૮ સુધી
૨૧ કમલેશ શશીકાંતભાઈ મીરાણી તા.૨૦/૧૨/૨૦૦૮ થી ૧૯/૧૨/૨૦૦૯ સુધી
૨૨ કશ્યપ ચીમનભાઈ શુકલ તા.૧૯/૧૨/૨૦૦૯ થી ૧૬/૧૨/૨૦૧૦ સુધી
૨૩ નરેન્દ્રભાઈ એમ. સોલંકી તા.૧૬/૧૨/૨૦૧૦ થી ૦૮/૧૨/૨૦૧૧ સુધી
૨૪ ડો. જૈમન ઉમીયાશંકર ઉપાધ્યાય તા.૦૮/૧૨/૨૦૧૧ થી ૨૭/૧૨/૨૦૧૨ સુધી
૨૫ ડો. જૈમન ઉમીયાશંકર ઉપાધ્યાય તા.૨૭/૧૨/૨૦૧૨ થી ૧૪/૦૬/૨૦૧૩ સુધી
૨૬ રાજેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા તા.૧૫/૦૬/૨૦૧૩ થી ૦૧/૧૨/૨૦૧૩ સુધી
૨૭ રાજેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા તા.૧૮/૧૨/૨૦૧૩ થી ૧૧/૦૫/૨૦૧૪ સુધી
૨૮ નીતિનભાઈ ગણપતભાઈ તા.૧૨/૦૬/૨૦૧૪ થી ૦૮/૧૨/૨૦૧૪ સુધી
ભારદ્વાજ
૨૯ નીતિનભાઈ ગણપતભાઈ ભારદ્વાજ તા.૦૯/૧૨/૨૦૧૪ થી ૧૪/૧૨/૨૦૧૫ સુધી
૩૦ પુષ્કરભાઈ હરિભાઈ પટેલ તા.૧૪/૧૨/૨૦૧૫ થી ૧૫/૦૬/૨૦૧૮ સુધી
૩૧ ઉદયભાઈ પ્રભાતભાઈ કાનગડ તા.૧૫/૦૬/૨૦૧૮ થી ૧૩/૧૨/૨૦૨૦ સુધી
૩૨ ઉદિત અગ્રવાલ(આઇએ.એસ.) તા.૧૪/૧૨/૨૦૨૦ થી ૧૨/૦૩/૨૦૨૧ સુધી
સ્થાયી સમિતિની સત્તાની રૂએ
૩૩ પુષ્કરભાઈ હરિભાઈ પટેલ તા.૧૨/૦૩/૨૦૨૧ થી ૧૨/૦૯/૨૦૨૩ સુધી
૩૪ જયમીનભાઈ ઠાકર તા.૧૨/૦૮/૨૦૨૩ થી ૧૧/૦૩/ર૦ર૬
રાજકોટ મહાનગરપાલિકા
ડેપ્યુટી મેયરની યાદી
ક્રમ નામ તારીખ
૧ વિનોદભાઈ બુચ તા.૧૯/૧૧/૧૯૭૩ થી ૨૭/૦૨/૧૯૭૪
૨ અકબરઅલી લુકમાનજી તા.૦૮/૧૧/૧૯૭૫ થી ૧૮/૦૭/૧૯૮૦
૩ કાંતિભાઈ વૈધ તા.૦૭/૦૨/૧૯૮૧ થી ૦૧/૦૨/૧૯૮૭
૪ કાંતિભાઈ વૈધ તા.૦૮/૦૨/૧૯૮૭ થી ૦૮/૦૨/૧૯૮૮
૫ કાનજીભાઈ પરસાણા તા.૦૯/૦૨/૧૯૮૮ થી ૧૫/૦૨/૧૯૯૧
૬ ગોવિંદભાઈ પટેલ તા.૧૬/૦૨/૧૯૯૧ થી ૩૧/૧૦/૧૯૯૩
૭ માવજીભાઈ ડોડીયા તા.૦૧/૦૭/૧૯૯૫ થી ૧૧/૦૭/૧૯૯૬
૮ હરગોવિંદભાઈ વ્યાસ તા.૧૧/૦૭/૧૯૯૬ થી ૧૭/૦૭/૧૯૯૮
૯ શ્રીમતી પુષ્પાબેન પંડ્યા તા.૧૭/૦૭/૧૯૯૮ થી ૨૪/૦૭/૧૯૯૮
૧૦ લાલુભાઈ પારેખ તા.૨૪/૦૭/૧૯૯૮ થી ૦૯/૦૭/૧૯૯૯
૧૧ મુકેશભાઈ ડાંગર તા.૦૮/૦૭/૧૯૯૯ થી ૩૦/૦૧/૨૦૦૦
૧૨ કુ. મીનાબેન વસંત તા.૧૫/૧૦/૨૦૦૦ થી ૦૧/૧૦/૨૦૦૧
૧૩ ઈન્દ્રનીલ રાજયગુરૂ તા.૦૧/૧૦/૨૦૦૧ થી ૨૬/૦૩/૨૦૦૩
૧૪ મોહનભાઈ સોજીત્રા તા.૧૮/૦૪/૨૦૦૩ થી ૧૬/૧૦/૨૦૦૩
૧૫ ભરતભાઈ મકવાણા તા.૧૧/૧૦/૨૦૦૩ થી ૨૭/૧૦/૨૦૦૪
૧૬ શકિલભાઈ રફાઈ તા.૨૭/૧૦/૨૦૦૪ થી ૧૪/૧૦/૨૦૦૫
૧૭ કુ. જસુમતીબેન વસાણી તા.૨૭/૧૨/૨૦૦૫ થી ૧૮/૧૨/૨૦૦૬
૧૮ લાલુભાઈ પારેખ તા.૧૮/૧૨/૨૦૦૬ થી ૨૭/૧૨/૨૦૦૭
૧૯ જનકભાઈ કોટક તા.૨૭/૧૨/૨૦૦૭ થી ૧૮/૧૨/૨૦૦૮
૨૦ નરેન્દ્રભાઈ એમ.સોલંકી તા.૧૮/૧૨/૨૦૦૮ થી ૧૮/૧૨/૨૦૧૦
૨૧ વલ્લભભાઈ દુધાત્રા તા.૧૮/૧૨/૨૦૧૦ થી ૧૫/૧૨/૨૦૧૨
૨૨ ભીખાભાઈ જે. વસોયા તા.૧૫/૧૨/૨૦૧૨ થી ૦૭/૧૨/૨૦૧૩
૨૩ શ્રીમતી દીપાબેન વી. ચિકાણી તા. ૦૭/૧૨/૨૦૧૩ થી ૨૫/૧૨/૨૦૧૪
૨૪ શ્રીમતી દીપાબેન વી. ચિકાણી તા. ૨૫/૧૨/૨૦૧૪ થી ૧૪/૦૬/૨૦૧૫
૨૫ વિનુભાઈ ડી. ધવા તા.૧૪/૦૧/૨૦૧૫ થી ૧૬/૧૨/૨૦૧૫
૨૬ વિનુભાઈ ડી. ધવા તા.૧૧/૧૨/૨૦૧૫ થી ૧૦/૦૧/૨૦૧૭
૨૭ ઉદય પી. કાનગડ તા.૧૦/૦૧/૨૦૧૭ થી ૦૮/૧૨/૨૦૧૭
૨૮ ઉદય પી. કાનગડ તા.૦૮/૧૨/૨૦૧૭ થી ૧૪/૧૨/૨૦૧૮
૨૯ શ્રીમતી દર્શિતા શાહ તા.૧૪/૧૨/૨૦૧૮ થી ૧૭/૧૨/૨૦૧૯
૩૦ શ્રીમતી દર્શિતા શાહ તા.૧૭/૧૨/૨૦૧૯ થી ૧૬/૦૧/૨૦૨૧
૩૧ અશ્વિન સી. મોલીયા તા.૧૬/૦૧/૨૦૨૧ થી ૧૩/૧૨/૨૦૨૨
૩૨ ડૉ. દર્શિતા પી. શાહ તા.૧૨/૦૩/૨૦૨૩ થી ૨૦/૦૨/૨૦૨૩
૩૩ શ્રીમતી કંચનબેન સિધ્ધપુરા તા.૨૦/૦૩/૨૦૨૩ થી ૧૨/૦૮/૨૦૨૩
૩૪ નરેન્દ્રસિંહ પી. જાડેજા તા.૧૨/૦૮/૨૦૨૩ થી - ૧૧/૦૩/ર૦ર૬
(3:57 PM IST)










