તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
કાલે સવારે ૧૦ વાગ્યે ભા.જ.પ. સંકલન બેઠકઃ મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેનનાં નામ જાહેર થશે

રાજકોટ તા. ૨૭ : આવતીકાલે રાજકોટ મહાનગર પાલીકાની ર૦ર૬ થી ર૦૩૧ સુધીની ટર્મનાં પ્રથમ રાા વર્ષ માટેનાં મેયર સહિતનાં પદાધિકારીઓની ચૂંટણી, સવારે ૧૧ વાગ્યે મળનાર મ.ન.પા.ની ખાસ સભામાં થનાર છે. તે અગાઉ શાસક પક્ષ ભાજપની સંકલન બેઠક યોજાશે. જેમાં પ્રદેશ ભાજપે નકકી કરેલા મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનનાં નામો જાહેર કરવામાં આવશે.
શહેર ભાજપનાં સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કાલે સવારે ૧૦ વાગ્યે મ.ન.પા. કચેરીનાં સ્ટેન્ડીંગ કમીટી રૂમમાં ભાજપ સંકલન બેઠક મળશે.
આ બેઠકમાં ભાજપનાં ચૂંટાયેલા તમામ ૬૫ કોર્પોરેટરો શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે સ્ટેન્ડીંગ કમીટીનાં બેઠક ખંડમાં ભાજપની આ સંકલન બેઠક યોજાશે. જેમાં અધ્યક્ષ સ્થાનેથી શહેર પ્રમુખ માધવ દવે, પ્રદેશ ભાજપે નિヘતિ કરેલા. મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, શાસક નેતા અને દંડકનાં નામો જાહેર કરી તમામ કોર્પોરેટરોને આ નામોનાં વ્હીપ આપી તેઓની તરફેણમાં જ મતદાન કરવા અંગે માર્ગદર્શન આપશે.
દરમિયાન હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી મેયરપદે નેહલ શુકલ, કિશન ટીલવા, મનીષ ભટ્ટ, અશ્વિનભાઇ ભોરણીયા ત્થા ડે. મેયરપદે દક્ષાબેન વસાણી, વર્ષાબેન પાંધી, કિર્તીબા રાણા, જયારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનપદે હિરેન ખીમાણીયા, ધનશ્યામભાઇ હેરભા, દીલીપભાઇ લુણાગરીયા, અશ્વિન ભોરણીયા, કેતન પટેલ, નેહલ શુકલ, પરેશ પીપળીયા વગેરેનાં નામો ચર્ચામાં છે.
જયારે શાસક પક્ષનાં નેતાપદે રાજુભાઇ અઘેરા અથવા મહિલા કોર્પોરેટરમાંથી પણ નામો આવવાની શકયતા છે. તથા દંડકમાં નિલેશ હેરમા વગેરેનાં નામો મોખરે છે. જો કે આવતીકાલે ૧૦ વાગ્યે ભાજપ-સંકલનમાં જાહેર થઇ જશે કે કોનાં નશીબમાં ખુરશી, ચેમ્બર અને ગાડીનો યોગ છે.
(3:17 PM IST)










