<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

કાલથી મવડીમાં પૂ.ગીરીબાપુના વ્‍યાસાસને શિવકથા : ભવ્‍ય પોથીયાત્રા નિકળશે

જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્‍ટ-રાજકોટ-કોઠારીયા દ્વારા તા. ર૩ થી ૧ મે સુધી ભવ્‍યાતિભવ્‍ય શિવકથા : ગુરૂવારે સવારે ૮ વાગ્‍યે શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદીરેથી ભવ્‍ય પોથીયાત્રા : બપોરે ૩ વાગ્‍યાથી શિવકથાનો પ્રારંભઃ વિવિધ પ્રસંગો ઉજવાશેઃ સંતો-મહંતો અને રાજકીય-સામાજીક આગેવાનો કથા શ્રવણનો લાભ લેશે

રાજકોટ, તા., રરઃ રાજકોટમાં કાલે તા. ર૩ ને ગુરૂવારથી પૂ.ગીરીબાપુના વ્‍યાસાસને ભવ્‍યાતિભવ્‍ય શિવકથાનો પ્રારંભ થશે. પૂ. ગીરીબાપુ દરરોજ બપોરે ૩ થી ૬ દરમિયાન કથા શ્રવણનો લાભ આપશે. કાલે ગુરૂવારે સવારે ૮ વાગ્‍યે શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદીર ખાતેથી ભવ્‍ય પોથીયાત્રા નિકળશે. જે અમૃત વાટીકા ગ્રાઉન્‍ડ, ૮૦ ફુટ રોડ સર્વોદય સ્‍કુલની સામે કથા સ્‍થળે વાજતે-ગાજતે પહોંચશે. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાશે.

કથા દરમિયાન કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના રાજયમંત્રી જીતુભાઇ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા, કુંવરજીભાઇ બાવળીયા, કૌશીકભાઇ વેકરીયા, સાંસદ રામભાઇ મોકરીયા, પરસોતમભાઇ રૂપાલા, પુનમબેન માડમ, ધારાસભ્‍યો રમેશભાઇ ટીલાળા, રાઘવજીભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, ગીતાબા જાડેજા, દિવ્‍યેશભાઇ અકબરી, ડો.વલ્લભભાઇ કથીરીયા, ધનસુખભાઇ ભંડેરી, માધવભાઇ દવે, ડો.ભરતભાઇ બોઘરા, રમેશભાઇ ધડુક, અનિરૂધ્‍ધભાઇ દવે, પ્રશાંતભાઇ કોરાટ, ગોરધનભાઇ ઝડફીયા, રમેશભાઇ રૂપાપરા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, નૈનાબેન પેઢડીયા સહિત મોટી સંખ્‍યામાં રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

કથામાં પૂ.કરશનદાસ બાપુ, પૂ. એસ.પી.સ્‍વામી, પૂ. માધવપ્રિયદાસજી સ્‍વામી, પૂ. દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી, પૂ. બાલકૃષ્‍ણદાસજી સ્‍વામી, પૂ.અર્પુવમુની સ્‍વામી,  પૂ. રાધારમણદાસજી સ્‍વામી, પૂ. વિવેકસાગર દાસજી સ્‍વામી, પૂ. નારાયણ મુનિદાસજી સ્‍વામી, પૂ. કોઠારી વિવેકસાગર સ્‍વામી, પૂ. ભકિત પ્રકાશદાસજી સ્‍વામી, શ્રી ચિમનબાપા, શ્રી મનુબાપા, શ્રી ભકિતરામ બાપુ, શ્રી રાજુરામ બાપુ, શ્રી પરમાત્‍માનંદ સ્‍વામી, રામધણવાળા બાપુ, શંકરગીરી બાપુ, વાલકદાસ બાપુ, દેવીદાસબાપુ, સોનલ માતાજી, બેલી ખોડીયાર માતાજી, વાલજીભાઇ દુર્લભજીભાઇ જાની સહિતના ઉપસ્‍થિત રહીને આશીવર્ચન પાઠવશે.

પૂ. ગીરીબાપુના વ્‍યાસાસને આયોજીત શિવકથામાં દાતાઓનો ભરપુર સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત શ્રી ખોડલ ધામ ટ્રસ્‍ટ કાગવડ, ગૌશાળા ટ્રસ્‍ટ, સરસ્‍વતી ગરબી મંડળ શાપર-વેરાવળ, રાધેશ્‍યામ યુવક મંડળ, રંગીલા હનુમાનજી મંદીર, રાધેશ્‍યામ સોસાયટી, જય સરધાર ગૌશાળા બેન્‍ડ પાર્ટી યુવક મંડળ, શ્રી સરદાર પટેલ સોશ્‍યલ ગૃપ પડધરી, ડો. પી.જે.પીપળીયા (પ્રમુખ), સરદાર પટેલ સમાજ મેટોડા, હર્ષદભાઇ એલ. પીપરીયા (પ્રમુખ) શ્રી ખોડીયાર યુવક નાટક મંડળ (કોઠા પીપળીયા) શ્રી ખોડીયાર નાટક મંડળ દેવપુર(રણુજા)નો સહયોગ પ્રાપ્ત થયો છે. 

લોક ડાયરો-સંતવાણી-હસાયરો

ગૌમાતાના સાનિધ્‍યમાં આયોજિત આ પવિત્ર પ્રસંગમાં બાલાજી દાદાની કળપાથી દરરોજ સાંજે ૬:૦૦ વાગ્‍યે ભોજન પ્રસાદ તથા દરરોજ રાત્રે ૮:૦૦ કલાકે વિશેષ રાત્રિ કાર્યક્રમ સંતવાણી તથા સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૨૫ એપ્રિલે અલ્‍પા પટેલ, હિતેશ અંટાળા તા.૨૬ ને રવિવારે યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી, કૌશિક પટેલ તથા તા. ૨૭ને સોમવારે રાજભા ગઢવી અને શ્રુતિ પટેલનો કાર્યક્રમ યોજાયો છે.

જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ (કોઠારીયા)ના સંચાલક ટ્રસ્‍ટી મંડળના ચેરમેન ગોરધનભાઈ અરજણભાઇ લક્કડ,વાઇસ ચેરમેન જયેશભાઈ પાંચાભાઇ સોરઠીયા, પ્રમુખ ડાયાભાઇ નરશીભાઈ અકબરી,ઉપ પ્રમુખ જેનિશભાઈ આંબાભાઈ ડોબરીયા,ટ્રસ્‍ટી રમેશભાઈ ગોરધનભાઈ સીદપરા,મંત્રી ઘનશ્‍યામભાઈ બાબુભાઈ પાંભર,સહ મંત્રી મહેશભાઈ મગનભાઈ વેકરીયા,  ખજાનચી દિનેશભાઈ ભોજાભાઈ મેઘાણી,સહ ખજાનચી રસિકભાઈ નાનજીભાઈ મૂંગરા,આયોજન સમિતિના ભુપતભાઈ નાનજીભાઈ ઘીયાડ, મહેન્‍દ્રભાઈ કરશનભાઈ વાછાણી,ટ્રસ્‍ટીઓ મનસુખભાઈ માધાભાઈ ખાત્રાણી, સંજયભાઈ ગણેશભાઈ ખાત્રાણી, ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સોજીત્રા, જેરામભાઈ જીવરાજભાઈ રૈયાણી, ખોડીદાસભાઈ એન. પાનસુરિયા, અશોકભાઈ મોહનભાઈ વેકરીયા,ડૉ. સંજયભાઈ તુલસીભાઈ ખૂંટ, કરમશીભાઈ રણછોડભાઈ પરસાણા સહિતની ટીમ તથા જુદી જુદી સંસ્‍થાઓના હોદ્દેદારો અને દાતાઓ જહેમત ઉઠાવે છે.

રાજકોટના મવડી વિસ્‍તારમાં પૂ.ગીરીબાપુના વ્‍યાસાસને આયોજિત શિવકથામા સૌ ભાવિકોને ઉપસ્‍થિત રહેવા જય સરદાર ગૌશાળા (રાજકોટ-કોઠારીયા) દ્વારા આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

વધુ માહિતી માટે જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ-કોઠારીયા કિસાન પંપની પાછળ, શીતળા માતાજીના મંદિર પાસે,નેશનલ હાઇવે ગોંડલ રોડ,રાજકોટ કોઠારીયા (મો.૯૮૯૮૦ ૩૦૨૬૬ ,મો.૯૮૯૮૫ ૩૧૨૩૯) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(2:20 PM IST)