તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
કાલે રમતના મેદાનમાં ૧૫ હજાર ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમશે
એસપી ક્લબ અને રાજકોટ અપડેટ્સ ન્યુઝ દ્વારા ૧૧માં વર્ષે વન-ડે વેલકમ નવરાત્રીનું આયોજન : રાસોત્સવની આવક ગૌશાળા માટે અપાશે, ઝુપડપટ્ટીના બાળકો પણ રાસગરબા રમશે, ભેટ અપાશે

રાજકોટઃ નવરાત્રીના રંગને વધુ ભવ્ય બનાવવા માટે સતત ૧૧મા વર્ષે એસપી ક્લબ અને રાજકોટ અપડેટ ન્યુઝ દ્વારા ‘વન ડે વેલકમ નવરાત્રી'નું આયોજન કાલે તા.૮ ગુરુવારના સાંજે ૭:૩૦ કલાકે રેસકોર્સ ખાતે આવેલા માધવરાવ સિધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું છે.
સુપ્રસિદ્ધ ગાયક કલાકાર માર્ગી પટેલ પોતાના સૂરથી ખેલૈયાઓને ગરબાના રંગમાં રંગશે, એન્કર દર્પણા પંડિત કાર્યક્રમનું સંચાલન કરશે. આયોજકો દ્વારા અદ્યતન લાઈટીંગ ડેકોરેશન, આકર્ષક મંડપ સહિતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વન ડે નવરાત્રી મહોત્સવમાં રાજકોટના પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ ગરબા કિગ અને ક્વીન સહિત અંદાજે ૧૫ હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમી ઉઠશે. નવરાત્રીની પરંપરાગત ઉજવણી સાથે આધુનિક આયોજનનો સંગમ જોવા મળશે.
આયોજકો દ્વારા બાઉન્સરો મારફતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગરબા રમતા ખેલૈયાઓમાં ઉત્સાહ વધારવા માટે વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓ માટે લાખેણા ઈનામોની વણજાર રાખવામાં આવી છે. નવરાત્રીના પ્રારંભ પૂર્વે જ ૧૧મા વર્ષે યોજાનાર ‘વન ડે વેલકમ નવરાત્રી'માં સંગીત, ગરબા, રોશની, સુરક્ષા અને ઈનામોનો સંગમ જોવા મળશે અને ૧૫ હજાર ખેલૈયાઓની હાજરીમાં રેસકોર્સનું મેદાન ગરબાના રંગે રંગાઈ જશે.
લક્કી ફાઉન્ડેશનના સથવારે ઝૂંપડપટ્ટીના બાળકો વેલકમ નવરાત્રીમાં ગરબે ઘૂમશે, બધા બાળકોને આપવામાં આવશે. આવક ગૌશાળામાં આપવામાં આવશે. આ વન ડે નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે રાજકોટ દિવ્ય ભાસ્કરના પ્રકાશભાઈ રાવરાણી, ખાસ-ખબર ન્યૂઝના જયેશભાઇ રાવરાણી, કેતનભાઈ લખતરિયા, રણજિતસિંહ રાઠોડ, ઓમ પટેલ, કેવલ રાઠોડ, વિક્રમ વાંક, સુરૂભા જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા, જય બોરીચા, નરેન્દ્રસિંહ જાડેજા અને કાર્તિક બારડ, પંકજ સખીયા, આશિષ ચૌહાણ, રૂચિત આશર, અશ્વિન ભુવા, વિપુલ રાઠોડ, રવિ સોજિયા, જયેશ સાટીયા, સાવન ચૌહાણ, રવિરાજસિંહ જાડેજા, હિરેન અકબરી, દિવ્યરાજ ભટ્ટી, તુષાર રાવરાણી, ઉપેન્દ્રસિંહ જાડેજા, કર્મરાજસિંહ પરમાર, મહર્ષિ રાજગુરુ, દર્શીત ફીચડિયા, પ્રદીપસિંહ સોલંકી, જયદીપ મેગડ, જયદીપ બોરીયા, દિવ્યરાજ જેબલિયા, જીત ભટ્ટી, આશિષ લખતરિયા, ગોપાલ રાવરાણી અને ધવલ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.
મહોત્સવનું જીવંત પ્રસારણ રાજકોટ અપડેટ્સ ન્યુઝ, સીટી ન્યુઝ, ગુજરાત ન્યૂઝ અને અબ તક ચેનલમાં પણ જોવા મળશે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:23 PM IST)










