News of Saturday, 17th October 2026
આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણે....‘અકિલા રઘુવંશી બીટસ' માં ખૈલૈયાઓમાં છલકાતી જમાવટ
‘અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રાની વિશેષ ઉપસ્થિતિ, આયોજનને બિરદાવ્યું

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા આયોજીત ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬''માં છઠા નોરતે રઘુકૂળ યુવા ગ્રુપના આમંત્રણને માન આપીને અકિલા પરીવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટકાકા ગણાત્રાએ ખાસ ઉપસ્થિત રહી આયોજનને બિરદાવ્યું હતું, આયોજકોને આશીર્વાદ આપ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પુરું પાડયું હતું.
છઠ્ઠા નોરતે 'અકિલા રઘુવંશી ''માં 'હો રાજ મને કસુંબીનો રંગ...', 'તારા વિના શ્યામ મને...', 'ઓઢણી ઓઢુ ને ઉડી ઉડી જાય...', 'નગર મેં જોગી આયા...', 'હર હર શંભુ...', શ્રાવણ કેરો માસ આયો...','કેસરીયો રંગ તને લાગ્યો....', 'માં તારો ગરબો ઝાકમજોળ...', 'ગરબો લઈને અમે આરાશુર ગયા તા...','હેલો મારો સાંભળો ઓ રણુજાના રાય...', 'આજની રાત અમે રંગભરી ઝૂમણું...', ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને 'વંદે માતરમ' ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતુ.
ગઈકાલે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગ્રુપએ માં પ્રિન્સ તરીકે તન્ના માનવ, તિલક સોમૈયા તથા પ્રિન્સેસ તરીકે નિધિ જેઠવા, ધૃતિ કાચા, જોશી ખનક વિજેતા બન્યા હતાં તથા ગ્રુપ બી માં પ્રિન્સ તરીકે સુજલ ગોહેલ, સુજ્ય કેસરિયા, ત્રિવેદી આદર્શ તથા પ્રિન્સેસ તરીકે હેતલ પોપટ, અઢિયા વિશ્વા, સ્નેહા રૂપારેલીયા, યોગિતા ઠકરાર વિજેતા બન્યા છે તથા સીગ્રુપમાં પ્રિન્સેસ તરીકે ચંદારાણા મિતલબેન, સોલંકી વૈશાલીબેન વિજેતા બન્યા હતાં.
આ પ્રસંગે રાજુભાઈ પોબારુ (પ્રમુખશ્રી, રાજકોટ લોહાણા મહાજન) જીએસટી આસીસ્ટન્ટ કમિશ્નર કિશનભાઈ ચાવડા, હરીશભાઈ લાખાણી, ચંદુભાઈ રાયચુરા, લીનાબેન રાયચુરા, રાજુભાઈ ખધેંડિયા, કીર્તિબેન ખધેંડિયા, મહર્ષિ ખધેંડિયા, નીતિનભાઈ છાગાણી, મીનાબેન છાગાણી, રાજનભાઈ ભીંડોરા, નેહાબેન ભીંડોરા, અલ્કાબેન માણેક, જયશ્રીબેન પુજારા, આનંદભાઈ પુજારા, લીમાબેન પુજારા, હીનાબેન માત્રાવાડિયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહયાં હતાં. ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૬' ના રોજે રોજના પાસ રાસોત્સવનું ગ્રાઉન્ડ, સાધુ વાસવાણી રોડ, રાજપેલેસ સામે, રાજકોટ ખાતેથી (મો.૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરીને મેળવી શકાશે તેમ જણાવાયું છે. (
(3:31 PM IST)










