<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

આજે વિજયા દશમી : બજારમાં તાવડા ધમધમ્‍યાઃ જલેબી-ફાફડા-મીઠાઇની હોંશે હોંશે ખરીદી

રાજકોટ : આજે વિજયા દશમી. નવરાત્રી પૂર્ણ. અસુરી શક્‍તિ પર દૈવી શક્‍તિના વિજયનો પવિત્ર દિવસ. જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્‍યાની કથા પણ છે. ત્‍યારે આ દિવસે લોકો હોંશે હોંશે મીઠાઇ ખરીદી દશેરાની ઉજવણી કરતા હોય છે. રાજકોટની મોટાભાગની મીઠાઇ ફરસાણની દુકાનો પર આજે લોકોની લાઇનો જોવા મળી હતી. ખાસ કરીને ગરમા ગરમ જલેબી - ફાફડા આરોગી લોકોએ દશેરાની ઉજવણી કરી હતી. તેમજ અન્‍ય મીઠાઇમાં મેસુબ, બરફી, ગુલાબ જાંબુ, કાજુ કતરી, મીઠા સાટા, સોન પાપડી, માવાના લાડુ વગેરે આઇટેમોથી મીઠાઇ બજારો મઘમઘી ઉઠી હતી.  તસ્‍વીરમાં ફરસાણ અને મીઠાઇ બનાવવામાં વ્‍યસ્‍ત કારીગરો તેમજ હોંશે હોંશે ખરીદવા કતારોમાં ઉભેલા લોકો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:05 PM IST)