News of Friday, 11th September 2026
આજે સર્વપિત્રી અમાસ : પાણી રેડી પિતૃ તર્પણ કરવા મંદિરો-ધર્મસ્થાનો પર લાગી કતારો

રાજકોટ : આજે અમાસ સાથે શ્રાવણ મહિનાનું સમાપન થશે. આ દિવસે શિવજીની ભક્તિની સાથો-સાથ પિતૃતર્પણ કરીને ભાવિકો ધન્યતા અનુભવે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસને સર્વપિત્રી અમાસ કહેવામાં આવે છે. ભાદરવી અમાસ પણ કહેવામાં આવે છે. આમ તો અમાસ પૂર્વેના બે દિવસ પૂર્વે જ પાણી રેડવાનું કાર્ય ચાલુ થઇ જાય છે. આજે અમાસના પાણી રેડવાનું મહાત્મ્ય વિશેષ હોય છે. આ દિવસે પીપળે પાણી પાઇને પિતૃતર્પણ વિધી કરવામાં આવે છે. પીપળો, વડલો, તુલસી, ધ્રોખડ સહીતના વૃક્ષો હોય તેવા મંદિરો કે ધર્મસ્થાનોમાં પાણી રેડી પિતૃ દેવોને તૃપ્ત કરવા આજે વહેલી સવારથી જ કતારો લાગી હતી. અમાસ નિમિતે જુનાગઢના દામોદરકુંડ, પ્રાચી પ્રભાસ પાટણ સહિત અનેક સ્થળોએ ભક્તજનો ઉમટી પડયા હતા. રાજકોટમાં સુપ્રસિધ્ધ સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિરે પણ પિતૃ તર્પણવિધિ કરતા લોકો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(10:44 AM IST)










