તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
આજે કતલની રાતઃ કાલે અકકલનો દિવસ૯.૮પ લાખ મતદારો ર૩૬ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે
ઘર સે નિકલો કરો મતદાન, નિશાન હૈ ઉંગલી યે ઇસકી પહેચાન

રાજકોટ, તા. રપઃ આવતીકાલે મ.ન.પા.ની ચૂંટણી છે તે પૂર્વે આજે રાજકિય પક્ષો માટે અને ઉમેદવારો માટે કતલની રાત છે. સવારથી રાત્રી સુધી ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારમાં આંટા-ફેરા કરી અને મતદારોને એકાંતમાં મળી રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.
આજે ભાજપ - કોંગ્રેસ અને આપ ત્રણે પક્ષના ઉમેદવારો મત વિસ્તારોમાં બને તેટલો વધુ લોકસંપર્ક કરીને છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. શામ - દામ - દંડ - ભેદની તમામ નીતિઓ અપનાવીને પોતાના તરફી મતદાનની અપીલ કરી રહ્યા છે.
આમ, આજની રાત ઉમેદવારો માટે કતલની રાત છે. કેમકે આવતીકાલે શહેરના ૯.૮પ લાખ મતદારો ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ, આપ, એન.સી.પી. જેવા રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત અપક્ષના મળી કુલ ૨૩૬ ઉમેદવારોનું ભાવિ નક્કી કરીને ૭૨ ટકોરાબંધ ઉમેદવારોને પસંદ કરનાર છે.
શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં કુલ ૫,૧૦,૦૮૬ પુરૂષ ત્થા ૪,૭૬,૮૪૮ મહીલાઓ મતદારો તથા અન્ય ૧૮ સહીત કુલ ૯,૮પ,૯પર મતદારો છે.
મ.ન.પા.ની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી, બીએસપી સહિત પક્ષના ૨૩૬ ઉમેદવારો મેદાનમાં છે. ૯.૮પ લાખ શહેરીજનો ૨૬મીએ મતદાન કરશે. ૨૮મીએ પરિણામ જાહેર થશે.
નોંધનીય છે કે ર૦ર૧માં ૧૧ લાખ મતદારો હતા જેમાં શહેરમાં ડ્રાઇવ કામગીરી બાદ મતદારો સહીત કુલ ૧ લાખથી વધુ મતદારોનો ઘટાડો થયો છે.
કયાં વોર્ડમાં કેટલા
પુરૂષ-સ્ત્રી મતદારો ?
વોર્ડ નં. ૧માં ૩૪,૮૮૬ પુરૂષ, ૩૨,૧૯૮સ્ત્રી, ૧ ત્રીજી જાતિ કુલ૬૭,૧૮૫, વોર્ડ નં. રમાં ૨૨,૩૮૬ પુરૂષ, ૨૧,૯૨૯સ્ત્રી -કુલ ૪૪,૩૧૫, વોર્ડ નં. ૩મા ૩૭,૮૪૪ પુરૂષ, ૩૫,૩૮૫સ્ત્રી,૨ ત્રીજી જાતિ-કુલ ૭૩,૩૩૧, વોર્ડ નં. ૪માં ૩૦,૪૭૮ પુરૂષ, ૨૭,૫૦૬ સ્ત્રી,૨ ત્રીજી જાતિ કુલ ૫૭,૯૯૭, વોર્ડ નં. ૫માં ૨૧,૩૪૪ પુરૂષ, ૧૯,૪૬૩ સ્ત્રી,-કુલ ૪૦,૮૦૭, વોર્ડ નં. ૬માં ૨૨,૨૩૨ પુરૂષ, ૧૯,૯૯૪સ્ત્રી,-કુલ ૪૨,૨૨૬.
જયારે વોર્ડ નં. ૭માં ૨૪,૦૧૦ પુરૂષ, ૨૩,૪૯૨ સ્ત્રી,૫ ત્રીજી જાતિ-કુલ ૪૭,૫૦૭, વોર્ડ નં. ૮માં ૨૭,૭૫૦ પુરૂષ, ૨૭,૧૩૪ સ્ત્રી,૨ ત્રીજી જાતિ-કુલ ૫૪,૮૮૬, વોર્ડ નં. ૯માં ૩૩,૧૫૬ પુરૂષ, ૩૨,૦૦૭ સ્ત્રી, કુલ ૬૫,૧૬૩, વોર્ડ નં. ૧૦મા ૨૪,૬૦૭ પુરૂષ, ૨૪,૧૯૬ સ્ત્રી,-કુલ ૪૮,૮૦૨, વોર્ડ નં. ૧૧માં ૪૬,૭૩૫ પુરૂષ, ૪૩,૪૧૧ સ્ત્રી ,૨ ત્રીજી જાતિ-કુલ ૯૦,૧૪૮, વોર્ડ નં. ૧૨માં ૩૦,૨૮૩ પુરૂષ, ૨૭,૭૦૮સ્ત્રી-કુલ ૫૮,૦૦૧.
ઉપરાંત વોર્ડ નં. ૧૩ મા ૨૫,૩૧૨ પુરૂષ, ૨૩,૭૫૫સ્ત્રી -કુલ ૪૯,૦૬૭, વોર્ડ નં. ૧૪માં ૨૫,૩૪૭ પુરૂષ , ૨૩,૯૨૨ સ્ત્ર,૨ ત્રીજી જાતિ-કુલ ૪૯,૨૭૧, વોર્ડ નં. ૧૫માં ૨૧,૪૧૯ પુરૂષ, ૧૯,૩૬૮સ્ત્રી,૨ ત્રીજી જાતિ-કુલ ૪૦,૭૯૯, વોર્ડ નં. ૧૬માં ૨૧,૯૨૫ પુરૂષ, ૨૦,૦૮૭ સ્ત્રી-કુલ ૪૨,૦૧૨, વોર્ડ નં. ૧૭માં ૨૫,૯૯૯ પુરૂષ, ૨૪,૧૪૨ સ્ત્રી-કુલ ૫૦,૦૪૧, વોર્ડ નં. ૧૮માં ૩૪,૨૬૩ પુરૂષ , ૩૦,૧૫૧ સ્ત્રી-કુલ ૬૪,૪૧૪, આમ કુલ ૧૮ વોર્ડમાં ૫,૧૦,૦૮૬ પુરૂષ, ૪,૭૫,૮૪૮સ્ત્રી, ૧૮ ત્રીજી જાતિ સહિત કુલ ૯,૮પ,૯પર મતદારો છે.
કયાં વોર્ડમાં કેટલા વિભાગ
વોર્ડ નં. ૧માં ૬૬, વોર્ડ નં. રમાં ૪૭, વોર્ડ નં.૩માં ૭૭, વોર્ડ નં. ૪માં ૫૭, વોર્ડ નં. પમાં ૪૨, વોર્ડ નં. ૬માં ૪૬, વોર્ડ નં. ૭માં ૪૯, વોર્ડ નં. ૮માં ૫૭, વોર્ડ નં. ૯માં ૬૫, વોર્ડ નં. ૧૦માં ૫૦, વોર્ડ નં. ૧૧માં ૮૦, વોર્ડ નં. ૧૨ માં ૫૭, વોર્ડ નં. ૧૩માં પર, વોર્ડ નં. ૧૪ માં ૫૩, વોર્ડ નં. ૧૫માં ૪૪, વોર્ડ નં. ૧૬માં ૪૪, વોર્ડ નં. ૧૭માં ૫૨ તથા વોર્ડ નં. ૧૭માં ૬૮ વિભાગો છે. આમ કુલ ૧૮ વોર્ડમાં ૧,૦૭૬ વિભાગો છે.
સમગ્ર શહેરમાં ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે કુલ ૧,૦૧૬ વિભાગો પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ નવા નોંધાયેલા મતદારોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.(૬.૧ર)
કયાં વોર્ડમાં કેટલા ઉમેદવારો?
વોર્ડ નં. ૧માં ૧૩, વોર્ડ નં. રમાં ૧૩, વોર્ડ નં. ૩માં ૧૪, વોર્ડ નં. ૪માં ૧૭, વોર્ડ નં. પમાં ૧ર, વોર્ડ નં. ૬માં ૧ર, વોર્ડ નં. ૭માં ૧ર, વોર્ડ નં. ૮માં ૧૪, વોર્ડ નં. ૯માં ૧ર, વોર્ડ નં. ૧૦માં ૧૩, વોર્ડ નં. ૧૧માં ૧૪, વોર્ડ નં. ૧રમાં ૧ર, વોર્ડ નં. ૧૩માં ૧૪, વોર્ડ નં. ૧૪માં ૧ર, વોર્ડ નં. ૧પમાં ૧૪, વોર્ડ નં. ૧૬માં ૧ર, વોર્ડ નં. ૧૭માં ૧૩ તથા વોર્ડ નં. ૧૮માં ૧૩ સહિત કુલ ર૩૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
સૌથી વધુ સ્ત્રી-પુરૂષ-ત્રીજી જાતી મતદાર ધરાવતા વોર્ડ
સૌથી વધુ સ્ત્રી મતદારોૅં વોર્ડ નં. ૧૧ માં (૪૩,૪૧૧) સૌથી વધુ પુરુષ મતદારોૅં વોર્ડ નં. ૧૧ માં (૪૬,૭૩૫)ત્રીજી જાતિના મતદારોૅં કુલ ૧૮ મતદારો છે, જેમાં સૌથી વધુ વોર્ડ નં. ૭ માં (૫ મતદારો) છે
સૌથી વધુ મતદારો ધરાવતા વોર્ડ
વોર્ડ નંબર કુલ મતદારો
વોર્ડ નં. ૩ ૭૩,૩૩૧
વોર્ડ નં. ૧૧ ૯૦,૧૪૮
વોર્ડ નં. ૧ ૬૭,૧૮૫
સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ
વોર્ડ નંબર કુલમતદારો
વોર્ડ નં. ૫ ૪૦,૮૦૭
વોર્ડ નં. ૧૫ ૪૦,૭૯૯
વોર્ડ નં. ૧૬ ૪૨,૦૧૨
કયાં વોર્ડમાં કેટલા મતદારોઃ વોર્ડ વાઇઝ માહિતી
વોર્ડ કુલ મતદારો
૧ ૬૭,૧૮પ
ર ૪૪,૩૧પ
૩ ૭૩,૩૩૧
૪ પ૭,૯૮૭
પ ૪૦,૮૦૭
૬ ૪ર,રર૬
૭ ૪૭,પ૦૭
૮ પ૪,૮૮૬
૯ ૬પ,૧૬૩
૧૦ ૪૮,૮૦ર
૧૧ ૯૦,૧૪૮
૧ર પ૮,૦૦૧
૧૩ ૪૯,ર૬૭
૧૪ ૪૯,ર૭૧
૧પ ૪૦,૭૮૯
૧૬ ૪ર,૦૧ર
૧૭ પ૦,૦૪૧
૧૮ ૬૪,૪૧૪
૯,૮પ,૯પર
મનપામાં કયા વોર્ડમાં કઇ કઇ બેઠક અનામત
વોર્ડ પહેલી બેઠકની બીજી બેઠકની ત્રીજી બેઠકની ચોથી બેઠકની
નંબર ફાળવણી સ્ત્રી ફાળવણી સ્ત્રી ફાળવણી અનામત ફાળવણી અનામત
અનામત અનામત કે બિનઅનામત કે બિન અનામત
૧ પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
૨ અનુસૂચિત જાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૩ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૪ પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
૫ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૬ અનુસૂચિત જાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૭ પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત આદિજાતિ સામાન્ય
૮ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૯ પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત જાતિ સામાન્ય
૧૦ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૧ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૨ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૩ પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
૧૪ પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
૧૫ પછાતવર્ગ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૬ પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત જાતિ સામાન્ય
૧૭ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૮ પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત જાતિ સામાન્ય
કયો પક્ષ કેટલી બેઠક પર લડી રહ્યો છે ચૂંટણી જંગ
પક્ષ બેઠક
ભાજપ ૭ર
આપ ૬૯
કોંગ્રેસ ૭ર
એન.સી.પી. (શરદ પવાર) ૧
બી.એસ.પી. ૯
અપક્ષ ૧ર
(3:54 PM IST)










