<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

આજે કેવડા ત્રીજ, બહેનો દ્વારા વ્રત પૂજન

આજે ભાદરવા સુદ ત્રીજ છે. જે કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. આજે મહીલાઓ ત્રીજનું વ્રત રાખે છે. સવારે મંદિરોમાં જઇ પૂજન અર્ચન કરે છે અને આખો દિવસ કેવડો સુંઘીને ફરાળ ગ્રહણ કરે છે. આ વ્રત કરવાથી બધા ફળો પ્રાપ્‍ત થાય છે. આ વ્રત સ્રીઓને સૌભાવ્‍ય આપવા અને સૌભાગ્‍યની રક્ષા કરવા માટે કરાય છે. આ વ્રતમાં સવારે શંકર ભગવાનના મંદિરે ગોરમાનું પૂજન કરી ફળાહાર સાથે શિવનામ સ્‍મરણ સાથે દિવસ પસાર કરવાનો હોય છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે. તસ્‍વીરમાં કેવડા ત્રીજનું પૂજન કરતી બહેનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:13 AM IST)