<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

આજે લાલબહાદુર શાસ્ત્રીજીની ૧૨૨મી જન્‍મજયંતિઃ પુષ્‍પાંજલી અર્પણ કરતા મનપાના પદાધિકારીઓ તથા હોદેદારો

શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની ૧૨૨-મી જન્‍મજયંતિ પ્રસંગે અમરનાથ મહાદેવ મંદિર ગાર્ડનમાં આવેલ તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટર ઓ, મહાનુભાવ દ્વારા મસ્‍તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. લાલ બહાદુર શાસ્ત્રી (૨ ઓક્‍ટોબર, ૧૯૦૪-૧૧ જાન્‍યુઆરી, ૧૯૬૬), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્‍થાયી વડાપ્રધાન હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્‍ચેના સમયમાં ભારત દેશના પ્રધાનમંત્રી હતા. ભારત દેશને સ્‍વતંત્રતા પ્રાપ્ત થયા પશ્‍ચાત શાસ્ત્રીને ઉત્તર પ્રદેશ રાજ્‍યના સંસદીય સચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્‍યાનપ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્‍યા હતા. આ પુષ્‍પાંજલી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્‍લ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેનશ્રી મનીષભાઈ ભટ્ટ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વોર્ડના તથા શહેરના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ.

(3:29 PM IST)