તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 4th September 2026
રાજકોટના લોકમેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: 100 CCTV અને ડ્રોનથી મોનિટરિંગ:13 બાળકોનું પરિવાર સાથે મિલન
મેળામાં ભારે ભીડ ઉમટવાની પૂરેપૂરી શક્યતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે મેળા પરિસરમાં એક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત

રાજકોટ ખાતે યોજાયેલા લોકમેળામાં જન્માષ્ટમીના પાવન તહેવારને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તહેવારના દિવસોમાં મેળામાં ભારે ભીડ ઉમટવાની પૂરેપૂરી શક્યતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે મેળા પરિસરમાં એક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. મેળાના દરેક ખૂણે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે 100 જેટલા સીસીટીવી (CCTV) કેમેરા લગાવીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આકાશમાંથી ડ્રોન કેમેરાની મદદ લઈને પણ ભીડ તેમજ શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ભારે ભીડ વચ્ચે પોલીસની સજાગતાને કારણે એક જ દિવસમાં ગુમ થયેલા 13 જેટલા બાળકોને શોધીને તેમના પરિવારજનો સાથે સુરક્ષિત મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
(2:05 PM IST)










