તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
ગુ.હા. બોર્ડ અમરનગરમાં ભાનુબેન સીપરીયાના ઘરમાં ચાલતા જૂગારધામ પર દરોડોઃ ૭ પકડાયા
થોરાળા પોલીસે ચાર મહિલા, ત્રણ પુરૂષને પકડી રોકડ ગંજીપાના કબ્જે કર્યા

રાજકોટઃ શહેરના દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ પાસે અમરનગર મફતીયાપરા શેરી નં. ૧માં રહેતી ભાનુબેન ધીરૂભાઇ સીપરીયા (ઉ.વ.૫૫) પોતાના ઘરમાં જૂગારધામ ચલાવતી હોઇ થોરાળા પોલીસે દરોડો પાડી તેના સહિત સાતને પકડી લઇ રોકડ કબ્જે કરી હતી.
થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી ભાનુબેનના ઘરમાં દરોડો પાડી તેને તથા ગીતાબેન દિપેશભાઇ સિધ્ધપુરા (રહે. સહકાર સોસાયટી-૪, નંદા હોલ પાસે), શોભનાબેન ભુપતભાઇ ચાવડા (રહે. સોમનાથ સોસાયટી-૫ રણુજા મંદિર પાસે), રેખાબેન અજયભાઇ ડાભી (રહે. ભગવતીપરા, ૪૩ નંબરની સ્કૂલવાળી શેરી, મુળ ગામ રબારીકાનુ પાટીયુ સામા કાંઠે જેતપુર) તેમજ રમેશગીરી ભવાનીગીરી ગોસ્વામી (રહે. મયુરનગર મેઇન રોડ માણેક પાર્ક બીલ્ડીંગ એ-૧૦૨), ગોલણભાઇ ભગુભાઇ ગીડા (રહે. મોરબી રોડ રઘુવીર પાર્ક-૧) અને જયરાજભાઇ દાદભાઇ વાળા (રહે. બાલમુકુન્દ પ્લોટ નિર્મલા રોડ, મુળ વિશ્વનગર ક્વાર્ટર નં. ૨૧/૨૨૨૮)ને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૭૦૫૦ની રોકડ કબ્જે કરી હતી. પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. જાડેજા અને ટીમે આ દરોડો પાડયો હતો.
(11:13 AM IST)










