<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ રઘુવંશી મહિલા શકિતઓનો દબદબો

ભાજપના ત્રણેય રઘુવંશી મહિલા ઉમેદવારો વર્ષાબેન પાંધી (વોર્ડ નં.૭), દક્ષાબેન વસાણી (વોર્ડ નં.૯) અને નિતાબેન લાલ (વોર્ડ નં.૧૦) જંગી બહુમતીથી ચૂંટાયાઃ તમામ સમાજો માટે સતત સેવારત રહેવાનો વિજેતા ઉમેદવારોએ અકિલા સમક્ષ કોલ આપ્‍યો : સ્‍ત્રી સશકિતકરણની દિશામાં વિરાટ કદમ

રાજકોટ મહનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી ચુંટણી લડીને જંગી બહુમતીથી ચૂંટાયેલા ત્રણેય રઘુવંશી મહિલા ઉમેદવારો વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી અને નીતાબેન લાલ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે. અકિલા કાર્યાલય ખાતે અકિલા પરીવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવીને તમામ સમાજો માટે સતત સેવારત રહેવાનો કોલ વિજેતા ઉમેદવારોએ આપ્‍યો હતો જે દૃશ્‍યમાન થાય છે. શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી કોૈશિકભાઇ ચાવડા, વિજયભાઇ વસાણી, કિરીટભાઇ પાંધી સહિતના અગ્રણીઓ વિજેતા ઉમેદવારો શ્રી નેહલભાઇ શુકલ, દર્શનભાઇ પેંગ્‍યાતર સાથે તસ્‍વીરમાં નજરે પડે છે.  (૩.૨૧)

રાજકોટ, તા.૨૮: સમગ્ર ગુજરાતની જનતાની આતુરતાનો આજે અંત આવ્‍યો છે. રાજયમાં સ્‍થાનિક સ્‍વરાજયની પ્રતિષ્‍ઠિત ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો જયજયકાર થયો છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ રઘુવંશી મહિલા શકિતઓનો દબદબો જોવા મળી રહયો છે.

રાજકોટ મહાનગરપાલિકાની પ્રતિષ્‍ઠિત ચૂંટણીમાં ભાજપના ત્રણેય રઘુવંશી મહિલા ઉમેદવારો શ્રીમતિ વર્ષાબેન પાંધી (વોર્ડ નં૭), દક્ષાબેન વસાણી (વોર્ડ નં.૯) અને નિતાબેન લાલ (વોર્ડ નં. ૧૦) માંથી જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્‍યા છે. રાજકોટમાં વિશાળ સંખ્‍યામાં વસતા, રઘુવંશી સમાજમાં સ્‍ત્રી સશકિતકરણની દિશામાં એક વિરાટ કદમ કહી શકાય તેવી ઝળહળતી સિધ્‍ધિ ત્રણેય નારી શકિતઓએ પ્રાપ્‍ત કરી છે. ત્રણેય પ્રતિભાશાળી વિજેતા ઉમેદવારો ઘણા વર્ષોથી સામાજીક, સેવાકીય, ધાર્મિક, સાંસ્‍કૃતિક કાયો ર્સાથે સંકળાયેલા છે. વર્ષાબેન પાંધી અને દક્ષાબેન વસાણી સતત બીજી વખત રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્‍યા છે. નિતાબેન લાલ પણ વર્ષોથી સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત છે.જંગી બહુમતીથી વિજેતા થયા બાદ ત્રણેય રઘુવંશી મહિલા ઉમેદવારોએ તમામ સમાજો માટે સતત સેવારત રહેવાનો કોલ અકિલા સમક્ષ આપ્‍યો હતો. તેઓએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્‍યા હતા અને મતરૂપી સહયોગી આપનાર મતદારોનો હૃદયપૂર્વક આભાર પણ વ્‍યકત કર્યો હતો.

(5:00 PM IST)