<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ભૂપેન્‍દ્ર રોડની હોટેલમાંથી યુવતિ સહિત ત્રણ નશો કરેલી હાલતમાં પકડાયા

હોટેલના મેનેજર સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ

રાજકોટ તા. ૨૯: શહેરના ભૂપેન્‍દ્ર રોડ પર આવેલી હોટેલમાં બે શખ્‍સ અને એક યુવતિ સહિત ત્રણ દારૂ પીધેલા મળતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ એ.-ડવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.રાણા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે હેડ કોન્‍સ્‍ટેબલ ધર્મેશભાઇ પરમાર, કનુભાઈ બસીયા અને કોન્‍સ્‍ટેબલ ધર્મેશભાઇ ખાંડેખાને ભુપેન્‍દ્ર રોડ ઉપર આવેલ ઉપાસના હોટલના રૂમ નં.૧૦૨માં દારૂની મહેફીલ ચાલે છે તેવી બાતમી મળતાં  ત્‍યાં જઇ તપાસ કરતાં બે શખ્‍સ રૂમમાં દારૂ પીતા મળી આવ્‍યા હતાં. પુછતાછમાં પોતાના નામ  કેતન ખોડા ભાઇ સોલંકી (ઉ.વ.૪૭) અને સાથેના શખ્‍સે પોતાનુ નામ હીરેન ખોડાભાઇ સોલંકી (ઉ.વ.૪૦), (રહે.બંને સરીતા વીહાર સોસાયટી પ્રેમ મંદીર પાસે એ.જી.ચોક, યુનીવર્સીટી રોડ) હોવાનુ થોથરાતી જીભે જણાવ્‍યું હતું. બંને શખ્‍સોને પીધેલી હાલતમાં પકડી લઈગુનો નોંધ્‍યો હતો.

તેમજ પીએસઆઇ એચ. એન. જેઠવા અને ટીમે ભુપેન્‍દ્ર રોડ પર રાજશ્રી સિનેમાની સામે આવેલ ઉપાસના હોટેલમાં  મહિલા ઝઘડો કરતી હોઇ અને મદદની જરૂર હોઇ જેથી ઉપાસના હોટેલ ખાતે જતાં ત્‍યા એક મહીલા પાસે પહોંચતા તે લથડીયા ખાતી બકવાસ કરતી જોવામા આવતાં તેને પોલીસ મથકે લાવી નામ પુછતા પોતાનું નામ લારસા રાજેશસિંઘ રાજપુત (ઉ.વ.૨૯, ધંધો,કેટરર્સ, રહે સદર બઝાર, નોવા હોટેલ ટ્રેન્‍ડ શો રૂમની સામે, રહે. મહારાષ્‍ટ્ર) હોવાનું જણાવતાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત ઉપાસના હોટેલના મેનેજર ચિંતન ચેતનભાઇ વેગડ (રહે. પંચનાથ પ્લોટ) વિરૂધ્ધ હોટેલમાં નેપાળી કર્મચારીઅોને કામે રાખ્યાની પોલીસ સ્ટેશનમાં નોîધ ન કરાવી હોઇ તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોîધ્યો હતો.

(4:06 PM IST)