<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

દાઉદી વ્‍હોરા સમાજના વેપારી સહિત ત્રણ સાથે સોના પર લોન લેવાના નામે ૧ર.૮૦ લાખની ઠગાઇ

સમાજમાંથી લોન લેવાના બદલે જ્ઞાતિના શેખહુસેન સાંઇવાલા પાસેથી સોનુ મુકી ૩૧ લાખ લઇ જીજર દલાલે ઠગાઇ કરતા બી-ડીવીઝનમાં ફરીયાદ : સદર બજારના હુસેનભાઇ ભારમલ, તેના બે મિત્રો અને તેના જુના મિત્ર આરોપી જુજર દલાલે સમાજમાંથી સોના પર લોન લેવાનુ નકકી કર્યુ પરંતુ લોન ન લઇ જુજર દલાલે વિશ્વાસઘાત કર્યાનો આરોપ : આમીલ સાહેબે કહ્યું-જુજરે મારી પાસે સોનુ મુકી અને લોન લીધી છે, સોના પર લોનની રકમ આ જુજરને મે ચુકવી આપેલ છેઃ જુજર આવી જશે અને મારી પાસેથી લોનની રકમ જે લીઘેલ છે તેની ભરપાઈ કરી આપેશે એટલે હું સોનુ પાછુ આપીશ

રાજકોટ તા. ૧પ :.. સદર બજારમાં ઓરબીટ કોમ્‍પલેક્ષ સામે રહેતાં અને ન્‍યુ સ્‍ટાર ટ્રેડર્સ નામે વેસ્‍ટ પેપરની પેઢીમાં પિતા સાથે કામ કરતાં દાઉદી વોરા સમાજનાં હુસેનભાઇ જૈનુદીન ભારમલ (ઉ.વ.રર) સહિતના પરીચિતો પાસેથી તેના જ સમાજનાં અને મિત્ર એવા  જુજર શકીલભાઇ દલાલ (રહે. સમન્‍વય હાઇટસ, ભગવતીપરા) એ પોતાના સમાજમાંથી સોના પર લોન સળતાથી થઇ જવાનું કહી સોનું લઇ પરત સોનુ કે લોનની રકમ નહી આપી હુસેનભાઇ સહિત ત્રણ સાથે રૂા. ૧ર.૮૦ લાખની ઠગાઇ કર્યાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

હુસેનભાઇ ભારમલે પોલીસ ફરીયાદમાં જણાવ્‍યું કે, અમારે વેસ્‍ટ પેપરનો ધંધો હોય અને તે ધંધામાં રૂપીયાની જરૂરત હોવાથી  અમારા સમાજમાંથી સોના ઉપર વગર વ્‍યાજની લોન મળતી હતી. પરંતુ મારા નામે અન્‍ય લોન ચાલુ હોય જેથી અમારા સમાજમાંથી લોન ન મળે તેમ હતી.  જેથી જુજર શકીલભાઈ દલાલ જે મારા જુના મીત્ર હોય અને તેના નામે કોઈ લોન ચાલતી ન હોય અને તે પણ સમાજના જ હોય જેથી તેના નામે અમારા સમાજમાંથી વગર વ્‍યાજની લોન મળે તેમ હતી. બીજી તરફ  અન્‍ય મીત્ર અબ્‍દેલી મુર્તુજાભાઇ બારભાયા તથા નજમુદ્દીન સબીરભાઈ હડીયાણા વાળાને પણ રૂપીયાની જરુર હોય જેથી તેઓને પણ લોન લેવાની હતી અને આ જુજરને પણ રૂપીયાની જરૂર હોય જેથી તેને પણ લોન લેવાની હતી જેથી અમે ચારેય ભેગા થઇ બધા  પાસે જે ઘરમાં સોનુ પડેલ હતુ તે ભેગુ કરેલ. અમારા સમાજમાં જમા કરાવીને રૂ.૪૦,૦૦,૦૦૦/-ની લોન લેવાનું નકકી કરી અને તે લોન જુજરના નામે કરાવવાની અને ચારેયને જેટલુ સોનુ જમા કરાવેલ તે મુજબ રકમ વહેંચી લેવાની અને તેનો ભાગે પડતો હપ્તો ભરવાનો તેમ નકકી કરાયુ હતું. જેથી મે મારા ઘરે રહેલ મારા પરીવારના સોનાના દાગીના જેમાં બાર નંગ ગીની અને બે મારા મમ્‍મીના સોનાના ચેઇન તથા તેની બે વીંટી તથા એક સોનાનો સેટ જેની તે સમયે આશરે બજાર કીંમત દસ લાખ જેટલી થતી હતી તે બધા દાગીના તથા મારા મીત્ર અબ્‍દેલીએ ૨૩ નંગ ગીની જેમાં પાંચ ગ્રામની એક તથા બે ગ્રામની બે તથા બાકીની એક ગ્રામની અને ચાર સોનાની બંગડી અને એક હાર તથા ચેઇન તથા નાની સાત વીંટી તથા અન્‍ય નાની એક બે બુટીની જોડી જે અંદાજે ૧૨૦ ગ્રામ જેટલુ સોનુ આપેલ હતુ તથા નજમુદીનના દાગીના જેમા બે દસ-દસ ગ્રામની ગીની તથા જુજર પણ તેના ઘરેથી સોનુ લઈ આવેલ હતો અને આ બધુ સોનુ ભેગુ કરેલ કરીે અમે ચારેય ગઇ તા.૦૪/૧૧/૨૦૨૫ ના અમારા જ્ઞાતીના સોની પાસે વેલ્‍યુએશન કરાવેલ હતી અને જેમા બે સોનાના પેકેટ થયેલ હતા, જે પેકેટ નંબર ૧ નો વજન ૨૪૯.૮૯૦ અને પેકેટ નં. ૨ નો વજન ૩૬૬.૫૭૦ ગ્રામ થયેલ અને વેલ્‍યુએશન રિપોર્ટ મુજબ આ અલગ અલગ કેરેટનુ સોનુ હોય જે બંને પેકેટનુ ફાઈન સોનાનો વજન ૩૪૧-૦૭૦ ગ્રામ થતુ હતુ જે સોનુ પેક કરાવેલ અને તે સોનુ લઇને આ જુજર દલાલને આપેલ હતુ અને તેને અમને કહેલ કે હું આપણા સમાજની ઓફીસ જે નુર મસ્‍જીદ ૫૫રા બજારમાં આવેલ છે ત્‍યા આ લોનની પ્રોસેસ કરાવવા માટે ગયેલ હતો જેથી અમે વિશ્વાસ પુર્વક તેને અમારુ સોનુ આપી અમે ત્રણેય ત્‍યાંથી ઘરે જતા રહેલ હતા અને થોડા દીવસ બાદ આ જુજર દલાલને લોન બાબતે ફોન કરતા તે ને જણાવેલ કે લોન હજી પ્રોસેસમા છે થોડા દીવસમાં લોન થઈ જશે અને લોન પાસ થયા બાદ કટકે કટકે રૂપીયા આવશે તેવી વાત કરેલ અને ફેબ્રુઆરી મહીનાની શરૂઆતમા જુજરે અમને કહેલ કે રૂ.૮,૦૦,૦૦૦/- લોનના આવેલ છે અને પો તાને ધંધામાં જરૂર છે અને નજમુદીનને બે લાખની જ જરૂરત હોય જેથી છ લાખ રૂપીયા જુજરે રાખેલ અને બે લાખ નજમુદીનને રોકડા આપેલ હતા.

 ત્‍યારબાદ સમય જતા લોનની બીજી રકમ આવતી ન હોય જેથી મે તથા અબ્‍દેલીએ અમારૂ સોનુ જુજર પાસે પર ત માંગતા આ જુજરે કહેલ કે થોડા દીવસમાં બીજા રૂપીયા આવશે અને જુજરે તા.૦૯/૦૬/ ૨૦૨૬ ના રોજ અબ્‍દેલીને રૂ .૬,૦૦,૦૦૦/- રોકડા તથા તા.૧૧/૦૬/૨૦૨૬ ના રોજ અબ્‍દેલીના પીતાજીના કોટક બેંક એકાઉન્‍ટમાં રૂ.૪,૦૦,૦૦૦/ - એમ કુલ રૂ. ૧૦,૦૦,૦૦૦/- અબ્‍દેલીને આપેલ હતા.  મને તે લોનના રૂપીયા આપતો ન હોય જેથી સોનુ પરત માંગેલ અને લોન નથી લેવી તેવુ જણાવેલ. અમને બધાને શક પડતા અમારા સમાજની સંસ્‍થામાં તપાસ કરાવેલ કે જુજરે લોન લીધેલ છે કે કેમ? તેની તપાસ કરાવતા આ જુજર દલાલે ત્‍યાંથી કોઇ લોન લીધેલ ન હતી તેમ જાણવા મળ્‍યું હતું. અમે જુજર પાસે સોનુ પરત માંગવા જતા તેને કહેલ કે તેને અમારા સમાજના શેખ હુસેન સજાઉદીન સાઇવાલા (જનાબ આમીલ સાહેબ) પાસેથી લોન લીધેલ છે અને અમને વીશ્વાસ ન આવતા અમે અમારુ સૌનુ પરત આ પવા કહેલ તો તેને આમીલ સાહેબ પાસેથી આઠ લાખ લીધેલ છે તે પરત આપવા પડશે તેમ કહી નજમુદ્દીનને આપેલ બે લાખ તા. ૨૯/૦૬/૨૦૨૬ ના રોજ પરત લઈ લીધેલ હતા.

બાદમાં અમારે બધાને અમારુ સોનુ પરત લઇ લેવુ હોય જેથી જુજરને કહેલ અને અબ્‍દેલીના પીતાને આ જુજરે રૂ.૧૦, ૦૦,૦૦૦/- આપેલ તે પરત આપી દેવાનુ નક્કી કરેલ હતુ અને બે ત્રણ દીવસમાં સોનુ પરત આપી દેવાનુ કહી અને જુજર દલાલ તેના ઘરેથી જતો રહેલ અને તેનો મોબાઇલ પણ બંઘ આવતો હતો. ત્‍યારબાદ અમે અમારા જ્ઞાતીના આગેવાન શેખ હુસેન સજાઉદીન સાઇવાલા (જનાબ અમીલ સાહેબ) જેઓ આ લોનનુ કામકાજ કરતા હોય જેને આ સોના બાબતે વાત કરતા તેને કહેલ કે આ જુજરે મારી પાસે સોનુ મુકી અને લોન લીધેલ છે તને જે સોના પર લોનની રકમ આ જુજરને મે ચુકવી આપેલ છે અને જુજર આવી જશે અને મારી પાસેથી લોનની રકમ જે લીઘેલ છે તેની ભરપાઈ કરી આપશે એટલે હુ તેને સોનુ પરત આપી દઇશ. તેમ વાત કરેલ હતી જેથી અમારે સમાધાનની વાત ચાલુ હતી પરંતુ  શેખ હુશેન સજાઉદીન સાઇવાલા (જનાબ અમીલ સાહેબ) અમોને જણાવેલ કે મારે તમોને કોઇ સોનુ પરત આપવાનુ થતુ નથી તમારાથી જે થાય તે કરી લો તેમ કહેલ જેથી પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:30 PM IST)