<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રાજકોટ રેન્‍જના ૪ જિલ્લામાં ત્રણ દિવસીય સ્‍પે. ડ્રાઇવ : ૬ એનડીપીએસ એકટના કેસ કરાયા

દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લા, રાજકોટ ગ્રામ્‍ય અને સુરેન્‍દ્રનગર જિલ્લામાં મળી કુલ પ૧૯ આરોપીઓને ચેક કરાયા : ૧૪, ૩ર,ર૦૦ નો મુદ્દામાલ કબ્‍જે રેન્‍જ ડીઆઇજી નિર્લીપ્‍ત રાય દ્વારા રેન્‍જના જિલ્લામાં પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ ટીમો દ્વારા કામગીરી કરાઇ

રાજકોટ, તા. ર૬ : રાજકોટ રેન્‍જ ડિ.આઇ.જી. દ્વારા રેન્‍જ હસ્‍તકના જિલ્લાઓમાં દિન ૩ ની સ્‍પેશયલ NDPS ની ડ્રાઇવનુ આયોજન કરાયું હતું. જેમાં  રાજકોટ રેન્‍જ પોલીસ દ્વારા ૫૧૯ આરોપીઓને ચેક કરી ૬ NDPS એકટ હેઠળના કેસો શોધી ૭ આરોપીઓની ધરપકડ કરી  કુલ રૂ.૧૪,૩૨,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો હતો.

રાજકોટ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્‍જ હસ્‍તકના જિલ્લાઓમાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ, હેરાફેરી તથા સેવન જેવી અસામાજિક પ્રવળત્તિઓને ડામવા અને નશામુક્‍ત સમાજ થાય તે હેતુથી ફઝભ્‍લ્‍ એક્‍ટ અંતર્ગત દિન ૩ ની વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ડ્રાઇવ દરમિયાન રેન્‍જના તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકઓના સીધા માર્ગદર્શન હેઠળ LCB, SOG, ANW (એન્‍ટી નાર્કોટીકસ વિંગ) તથા સ્‍થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી શંકાસ્‍પદ સ્‍થળો, વ્‍યક્‍તિઓ તેમજ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા ઇસમો પર વિશેષ વોચ રાખી સઘન ચેકિંગ અને તપાસ હાથ કરાઇ હતી.

આ કામગીરી અંતર્ગત  (૧) દેવભૂમિ દ્રારકા જિલ્લા પોલીસ દ્રારા કુલ ૧૫૬ આરોપીઓને ચેક  કરી ૧  કેસ શોધી કાઢી ગાંજો ૪૦૨ ગ્રા. કિ.રૂ.૨૦,૧૦૦/- નો કબ્‍જે કરાયો હતો.  જામનગર જિલ્લા પોલીસ દ્વારા કુલ ૨૩૮ આરોપીઓને ચેક કરી  ૨  કેસ શોધી ગાંજો ૪ કિ. ૭૨૫ ગ્રા. કિ.રૂ.૨,૩૬,૨૫૦/- અને  એમ.ડી. પાવડર ૪.૧૯ ગ્રા. કિ.રૂ.૪૧,૯૦૦/- નો કબ્‍જે  કરાયો હતો. રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ દ્રારા કુલ ૩૫ આરોપીઓને ચેક કરાયા હતા. તથા (૪) સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ દ્રારા કુલ ૯૦ આરોપીઓને ચેક  કરી ૩ સફળ કેસ શોધી લીલા ગાંજા છોડ નંગ ૯ વજન ૧૨ કિ. ૧૬ ગ્રા. કિ.રૂ.૬,૦૮,૦૦૦/- નો કબજે કરવામાં કરાયો હતો. ઉપરોકત જિલ્લાઓની કામગીરી મળી રાજકોટ રેન્‍જ વિસ્‍તારના કુલ ૫૧૯ આરોપીઓને ચેક કરી કુલ ૬ સફળ કેસ શોધી કાઢી ગાંજો, એમ.ડી.પાવડર તથા લીલા ગાંજાના છોડ તથા અન્‍ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૪,૩૨,૨૨૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરી ગુનાઓ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

દેશની યુવા પેઢીને નશાના દુષણથી દૂર રાખવા, સમાજમાં નશીલા પદાર્થોના વધતા દુષ્‍પરિણામો અંગે જાગળતિ લાવવા તેમજ નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવાના હેતુથી રેન્‍જ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આવી વિશેષ ડ્રાઇવ ભવિષ્‍યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી સાથે સમાજને નશામુક્‍ત બનાવવાની દિશામાં પોલીસ વિભાગ કટિબદ્ધ છે. આપના આજુબાજુના વિસ્‍તારમાં નશીલા માદક પદાર્થોનુ ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ કે હેરાફેરી થતી હોવાની કોઈપણ શંકાસ્‍પદ પ્રવળત્તિ ધ્‍યાને આવે તો તાત્‍કાલિક અત્રેની કચેરી, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અથવા આપના નજીકના પોલીસ સ્‍ટેશનને જાણ કરવા  પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઇ હતી. (

(4:20 PM IST)